Rajdeepsinh Jadeja : અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને રાહત
ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને રાહત. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ કોર્ટે રાજદીપસિંહ જાડેજાના જામીન કર્યા મંજૂર. જામીન મંજૂર થતા જ ટૂંક સમયમાં જ રાજદીપસિંહ જાડેજા જેલમુક્ત થશે. અમિત ખૂંટની સુસાઈડ નોટના આધારે પોલીસે અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થયા બાદ રાજદીપસિંહ જાડેજા ફરાર થયો હતો. ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.. જો કે બંન્ને કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી. જે બાદ રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરતા ગોંડલ તાલુકા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી..





















