Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
રાજકોટમાં જેતપુર સેટ્રલ વેર હાઉસમાંથી મગફળી ચોરીના કેસમાં ચોકીદાર જ ચોર નીકળ્યા.....પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે...જે ચારેય પૂર્વ સિક્યુરિટી ગાર્ડ હોવાનો ખુલાસો થયો છે....પોલીસ પૂછપરછમાં આઠ મહિનામા થોડી થોડી કરીને મગફળીની 1212 બોરીની મગફળી ચોરી હોવાનું સામે આવ્યું છે..આરોપીઓ ગોડાઉનમા જ નાફેડની બોરીઓમાંથી મગફળી કાઢી અન્ય બોરીઓ ભરી લઈ જતા હતા..આરોપીઓએ ટેકાનાં ભાવ કરતા ઓછા ભાવમાં બારોબાર મગફળી વેચી નાખી હતી..જેથી જેતપુર તાલુકા પોલીસે મગફળી કોને કોને વેચી કેવી રીતે વેચી વધુ પૂછપરછ માટે કોર્ટમા સાત દિવસના રિમાન્ડ માગ્યા...કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે....
જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમા નાફેડ દ્વારા સ્ટોરેજ કરેલ મગફળી ચોરી મામલો. જેતપુર તાલુકા પોલીસે ચાર આરોપી ની કરી ધરપકડ. વેર હાઉસ ના પૂર્વ અને ભૂતપૂર્વ ચાર સિક્યુરિટી ગાર્ડ હોવાનું આવ્યું સામે . પોલીસ પૂછપરછ દરમ્યાન આઠ મહિના મા થોડી થોડી કરી ને મગફળી ની 1212 બોરી કી 3164956 રૂપિયા ની મગફળી ચોરી કરેલ . આરોપીઓ ગોડાઉનમા જ નાફેડ ની બોરીઓમાંથી મગફળી કાઢી અન્ય બોરીઓ ભરી લઈ જતા આરોપીઓ એ ટેકાનાં ભાવ કરતા ઓછા ભાવ મા બારોબાર મગફળી વેચી નાખી હતી . નાફેડ અધિકારી ઓની બેદરકારી વેર હાઉસ મા CCTV નો હોઈ ફાયદો ઉઠાવ્યો . આરોપી મિહિર વેકરીયા નામનો શખ્સ ગોડાઉન મા સિક્યુરિટી તરીકે કામ કરતો બીજો આરોપી બિપિન મકવાણા બાજુમા ગોડાઉન મા સિક્યુરિટી તરીકે કામ કરતો જેમીન બારૈયા ગોડાઉન નો પૂર્વ સિક્યુરિટી ગાર્ડ અને સહજ તારપરા પણ પૂર્વ સિક્યુરિટી તરીકે કામ કરતો . પોલીસે ચારેય આરોપી પાસેથી રોકડ 15.35000 તેમજ એક ટ્રેક્ટર અને ચાર મોબાઈલ મળી કુલ 17.25000 નો મુદામાલ કબ્જે કર્યો . જેતપુર તાલુકા પોલીસ દ્વારા મગફળી કોને કોને વેચી કેવી રીતે વેચી વધુ પૂછપરછ માટે કોર્ટ મા સાત દિવસ ના રિમાન્ડ માગ્યા . જેતપુર કોર્ટ એક દિવસ ના રિમાન્ડ મંજુર કરતા આગળ પોલીસ પૂછપરછ હાથ ધરી.





















