Valsad Rain : વલસાડના કપરાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ, જિલ્લામાં જળબંબાકાર
Valsad Rain : વલસાડના કપરાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ, જિલ્લામાં જળબંબાકાર
મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી વલસાડ જિલ્લામાં જળબંબાકાર..સાંજના ચાર વાગ્યા સુધીમાં કપરાડામાં સાડા છ ઈંચથી વધુ વરસાદ.. તો ઉમરગામમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ.. વાપી, વલસાડ તાલુકા અને ધરમપુરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો.. કપરાડાના મનાલા ગામ નજીક ખાડીના પાણી કોઝવે પરથી પસાર થતા બે યુવકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા.. સ્થાનિકોએ ઘટનાસ્થળ પર પહોંચી બંન્ને યુવકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા.. સાર્વત્રિક વરસાદથી વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે.. સીધલા નજીક ચવેચા નદીનું પાણી કોઝવે પર ફરી વળતા ચિવેચામાળ ફળીયું સંપર્ક વિહોણું બન્યું.. તો આ તરફ દહીખેડ નજીક વાંકી નદી બેકાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યું.. કોઝવે પર પાણી ફરી વળતા બંન્ને તરફના ગામોનો સંપર્ક તૂટ્યો.. ભારે વરસાદથી જીરવલ અને બુરલા નજીકથી વહેતી કોલક નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.. કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા.. આ દ્રશ્યો વલસાડ જીલ્લાના કરચોન્ડ દાબખલ અને નિલોસીથી પસાર થતી કોલક નદીના છે.. કોલક નદીના પાણીથી લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થયા.. પાણી ફરી વળતા નદીની બંન્ને તરફના ગામો સંપર્ક વિહોણા બન્યા.. ભુખી ખાડીના પાણીથી ભરૂચ જિલ્લાના આમોદ-વાગરા રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું.. બુવા ગામ પાસે ખાડીના પાણી ફરી વળતા ટેન્કર ફસાયું.. તો વાગરાથી વાયા બુવા આમોદ જવાના રસ્તા પરનો વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો..
















