Surat Incident | સુરતમાં મોટી દુર્ઘટના, મેટ્રોની કામગીરી સમયે મહાકાય ક્રેન પલટી જતા અફરાતફરી મચી
સુરતના નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે. લોડર મશીન માટેનું બોક્સ ચડાવતી વખતે એકાએક જ એક ક્રેન તૂટી જતા બીજી ક્રેનનું સંતુલન ખોરવાયું હતું અને આ ક્રેન એક મકાન પર પડી હતી. આ મકાનમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. તો ઘટના સમયે શાળાના બાળકો પણ ઘરે જઈ રહ્યા હતા તો શાળાના બાળકોને તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર જ રોકી દેવામાં આવતા મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. તો ઘટનાના પગલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો, અધિકારીઓ, મેટ્રોના અધિકારી, સુરત પોલીસના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટના કઈ રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે..
સુરતમાં મેટ્રોની કામગીરી લોકોના જીવના જોખમે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. કે એક પછી એક મેટ્રોની બેદરકારી ભરી કામગીરીને લઈને અકસ્માતની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ સુરત કડોદરાને જોડતા રસ્તા પર ભરત કેન્સર હોસ્પિટલ નજીક મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન સ્પાન એકાએક જ તૂટી ગયો હતો. તો બીજી તરફ હવે ફરી એક વખત મેટ્રોની બેદરકારી ભરી કામગીરી સામે આવી છે. મેટ્રોના બ્રિજ પર સ્પાન મુકવાની કામગીરી કરવા માટે લોડર ચડાવતા પહેલા લોડરનું બોક્ષ ચડાવતી વખતે દુર્ઘટના સર્જાય છે. લોડરનું બોક્સ ઊંચું કરતા ની સાથે જ એક ક્રેન વચ્ચેથી તૂટી ગઈ હતી અને તેના કારણે બીજી ટ્રેનનું સંતુલન પણ ખોરવાયું અને બીજી ક્રેન નજીકમાં રહેલા એક બંગલા પર પડી.