Fake Visa Scam Exposed in Surat: સુરતમાં નકલી વિઝા બનાવતી ફેકટરીનો પર્દાફાશ
સુરતના અડાજણમાંથી ઝડપાઈ નકલી વિઝા બનાવતી ફેક્ટરી. PCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને પ્રતિક શાહ નામના આરોપીની ધરપકડ કરી. નકલી વિઝા બનાવતી આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સાર્બિયા, ચેકોસ્લાવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પ્રતિક શાહ આ નિકલી વિઝા સ્ટીકરો દિલ્લી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો.. પોલીસે આરોપીના ઘરમાંથી અલગ અલગ દેશના વિઝા સ્ટીકર, અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ, ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો, પેપર કટર, એમ્બોઝ મશીન, યુરોપ દેશના હોલમાર્કવાળા મોટા પેપર સહિત એક લાખ 30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી પ્રતિક શાહ વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને વિઝા અપાવવાના બહારે અન્ય ટ્રાવેલિંગ એજન્સી સાથે મળીને મોટી રકમ પડાવતો હતો. આરપી અલીબાબા ડોટ કોમ જેવી ચાઈનીઝ એપ્લિકેશન પરથી વિવિધ દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો હતો. આ પછી તે પોતાના લેપટોપમાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિઝાના ફોર્મેટમાં એડિટિંગ કરીને નકલી વિઝા બનાવતો હતો. એક વિઝા દીઠ આરોપી 15 હજાર રૂપિયા વસુલતો હતો. ઝડપાયેલ આરોપી પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે.. તેના વિરૂદ્ધ અગાઉ પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં નવ, વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં એકમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે..




















