Surat Fire Incident : સુરતની મિશન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને બારીમાંથી કાઢવામાં આવ્યા બહાર
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ. હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરાયા. ભીષણ આગના સમાચાર મળતા જ ફાયર ફાઈટરની 15 જેટલી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને આગ બુજાવવાની કામગીરીમાં લાગી.. ફાયર વિભાગની ટીમે હોસ્પિટલના બારીના કાચ તોડીને દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જ્યારે કેટલાક દર્દીઓને સ્ટ્રેચર પર રાખીને બહાર કાઢવામાં આવ્યા. ફાયર વિભાગના જવાનો પણ ઓક્સિજનની બોટલ સાથે અંદર ઘુસીને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી.. જો કે આગની ઘટનાને લઈને હોસ્પિટલના સંચાલકો પણ બોલવા તૈયાર નથી.. મીડિયાએ જ્યારે ફાયર સેફ્ટી અંગે સવાલ કર્યો તો હોસ્પિટલના સત્તાધીશો મીડિયાકર્મીઓ સાથે જ ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા જોવા મળ્યા..
















