Sex racket busted in Surat: સુરતમાં હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ. પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં 13 વિદેશી મહિલાઓની અટકાયત કરાઈ છે. 9 પુરુષ સાથે કુલ 22ની ધરપકડ કરવામાં આવી. તથા અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગ્રાહકો પાસેથી 3500થી 5 હજાર લઈ થાઈલેન્ડની મહિલાઓને 1500 ચૂકવવામાં આવતાં... વોટ્સએપના માધ્યમથી રેકેટ ચાલતું. પોલીસને જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસુ પૂજ્ય ઈન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી. રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમ જ્યારે હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ ન આપ્યો. આથી પોલીસે ફિલ્મી ઢબે દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો. આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે. આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું . તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું. વધુમાં અશોકમામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.




















