Surat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ
Surat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ
સુરતમાં નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં વધુ બે આરોપી પોલીસ સકંજામાં. ક્રાઈમ બ્રાન્ચે નિમેશ ગાંધી અને હેમંત પટેલની ધકપકડ કરી..બંને આરોપીએ અંકિત નામના આરોપી પાસે 50 નકલી RC બુક બનાવી હતી. નિમેશ ગાંધી અગાઉ નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના અને પ્રોહીબિશનના કેસમાં ઝડપાયો હતો. તો, આરોપી હેમંત પટેલ RTO એજન્ટ તરીકે કામ કરતો હતો. નકલી RC બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ 10 ઓગસ્ટે થયો હતો. આરોપીઓ પાસેથી 370 નકલી આરસી બુક મળી આવી હતી. જે કોમ્પ્યુટરની મદદથી આરોપીઓ RC બુક બનાવતા તે કેમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરાયા હતા. અગાઉ પાંચ આરોપી ઝડપાયા હતા. જેમની સામે પોલીસે 5 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી.





















