Surat News: દિવાળીમાં સુરત ST નિગમની ખાસ વ્યવસ્થા, 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે
વતન છોડી સુરતને કર્મભૂમિ બનાવનાર ગુજરાતના અલગ અલગ શહેરમાંથી આવેલા લોકો માટે સુરત એસટી વિભાગનું ખાસ આયોજન. દિવાળી પર પોતાના વતન જતા લોકો માટે સુરત વિભાગ એસટી નિગમ 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. 16થી 19 ઓક્ટોબર વચ્ચે સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ એસટી બસો દોડાવાશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે.. આ સિવાય મુસાફરો તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ વેબસાઈટ અને જીએસઆરટીસીની એપ પરથી એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું કે છેડાવાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિવહનનું સુદ્રઢ માળખુ બનાવ્યું છે. દિવાળીના તહેવારમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે. જેને ધ્યાને લઈને સુરત વિભાગ એસટી નિમ 1600થી વધુ એસટી બસો દોડાવશે.. વધુ માગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે.. 16થી 19 ઓક્ટોબર વચ્ચે સાંજે ચાર વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી અને દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફની બસો સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત સિટી બસ સ્ટેશનથી અને રામનગર રાંદેર રોડ બસ સ્ટેશનથી ઉપડશે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ સ્ટેશનથી બસો ઉપડશે.















