શોધખોળ કરો
Halol Rain : હાલોલમાં આભ ફાટ્યું, 9 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Halol Rain : હાલોલમાં આભ ફાટ્યું, 9 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Halol Rain Alert: પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં સવારથી જ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેનાથી વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે.
નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી ગઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, અને વરસાદની સ્થિતિ વધુ વણસે તેવી શક્યતાને જોતા SDRF (State Disaster Response Force)ની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
હાલોલ શહેરમાં આજે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 9.75 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વડોદરા રોડ પર ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉમરેઠમાં 4.75 ઇંચ, બોરસદમાં 3 ઇંચ, અને જાંબુઘોડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર એલર્ટ પર છે અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
આગળ જુઓ





















