Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ સરકાર પર ગંભીર પ્રહાર કર્યા છે.. તેમણે કહ્યું કે, ટેક્સ પણ જનતા ભર અને મરે પણ જનતા.. ભ્રષ્ટાચારનો ભોગ જનતા બની રહી છે..
વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પર દુઃખદ સમાચાર આવ્યા છે. બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. મહીસાગર નદીમાંથી વધુ પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. નદીમાં હજુ પણ રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. SDRF, ફાયર વિભાગની ટીમનું રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે. હજુ પણ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યૂ ઑપરેશનમાં સ્થાનિકોએ પ્રશંસનિય કામગીરી કરી હતી.
બ્રિજ તૂટવાના કારણે સાત વાહનો નદીમાં પડ્યા હતા. ટ્રક, ઈકો, કાર અને બાઈક નદીમાં પડ્યા હતા. SDRF અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. દુર્ઘટનામાં એક બાળકના મૃતદેહને બહાર કઢાયો હતો.





















