Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ અંગે નિવેદન આપ્યું હતું કે આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાય થયો છે અને તેમાં અંદાજે 5 જેટલા વાહનો પડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા ટેક્નિકલ એક્સપર્ટને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પર દુઃખદ સમાચાર આવ્યા છે. બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. મહીસાગર નદીમાંથી વધુ પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. નદીમાં હજુ પણ રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. SDRF, ફાયર વિભાગની ટીમનું રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે. હજુ પણ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યૂ ઑપરેશનમાં સ્થાનિકોએ પ્રશંસનિય કામગીરી કરી હતી.
















