(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના: શહેર ભાજપ પ્રમુખનું લોકશાહી માટે શરમજનક નિવેદન
વડોદરા શહેર ભાજપ પ્રમુખનું લોકશાહી માટે શરમજનક નિવેદન. મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવા વિજય શાહે નિવેદન આપ્યું. સાંસદ ડૉ.હેમાંગ જોશીનો ખાનગી પાર્ટી પ્લોટમાં સન્માન સમારોહ યોજાયો. જેમાં ડૉ.વિજય શાહે કહ્યું રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વર્ષોથી અમૂક બૂથમાંથી ભાજપને મત નથી મળતા. જે વિસ્તારમાંથી મત નથી મળતા ત્યાં કામ કરવાની જરૂર નથી. સાથે પ્રજાના પ્રતિનિધિઓને કહ્યું કે તમારે વિચારવું જોઇએ કે ક્યાં વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે અપવાની જરુર છે. આપણા બજેટના રૂપિયા ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો.
ભાજપનું સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ. ત્યારે ભાજપ જ નેતાઓ ભાજપની નાવડી ડુબાડવા માંગે છે. વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની નેતાઓને વિચિત્ર સલાહ આપી હતી. રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા. જ્યાં ખોબલેખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી. ત્યારે ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.