US Visa News: ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓને નહીં મળે અમેરિકાના વિઝા, જુઓ અહેવાલ
US Visa News: ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓને નહીં મળે અમેરિકાના વિઝા, જુઓ અહેવાલ
ડાયાબિટીસ, કેન્સર અને સ્થૂળતા જેવી ગંભીર બિમારીથી પીડિત લોકોનું અમેરિકા જવાનું સપનું ચકનાચૂર થઈ શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક ફરમાન. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે વિશ્વભરના યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને નિર્દેશ આપ્યો કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને અમેરિકામાં મુસાફરી કરવા કે રહેવાની મંજૂરી ન આપવામાં આવે. આ નિયમ 'પબ્લિક ચાર્જ' નીતિ પર આધારિત છે, જેનો ઉદ્દેશ એવા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે જેઓ યુએસ સરકારી સંસાધનો પર નિર્ભર બની શકે. વિઝા અધિકારીઓને અરજદારોના સ્વાસ્થ્ય, ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરવાની સલાહ આપે છે. જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં ખર્ચાળ તબીબી સંભાળની જરૂર પડે અથવા સરકારી સહાય પર નિર્ભર બને તો તેમના વિઝા રિજેકટ કરવામાં આવશે.





















