Jaydev Joshi: એર સ્ટ્રાઈકમાં કઈ કઈ જગ્યાઓને કરાઈ ટાર્ગેટ?, જુઓ મિશન સિંદૂરનો માસ્ટપ્લાન | Abp Asmit
ઓપરેશન સિંદુરને લઈને ડિફેન્સ એક્સપર્ટ પોતાનો મત આપી રહ્યા છે. એવામાં એક્સપર્ટ જયદેવ જોશીએ જોરદાર પ્રતિક્રિયા આપી છે..
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આતંકવાદી છાવણીઓ પર 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલે ભારતના હુમલા પર પ્રતિક્રિયા આપી હતી અને ભારતની એરસ્ટ્રાઇકને "કામચલાઉ આનંદ" ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ સ્થાયી દુઃખથી ફેરવાઇ જશે. ISPRના સત્તાવાર નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે "પાકિસ્તાન પોતાની પસંદગીના સમયે અને સ્થળ પર તેનો જવાબ આપશે". DG એ ભારતના હુમલાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, "તેનો જવાબ આપવામાં આવશે".





















