Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે અલાસ્કામાં અંદાજે 3 કલાક સુધી વાતચીત થઈ. ત્યારબાદ બંને નેતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જે માત્ર 12 મિનિટની જ ચાલી. પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ પત્રકારના કોઈપણ સવાલના જવાબ ન આપ્યા. ટ્રમ્પ એટલુ જ બોલ્યા કે, કેટલાક મહત્વના મુદ્દા પર સહમતિ નથી થઈ પરંતુ કુલ મળીને વાતચીત સકારાત્મક રહી જોકે, બંને નેતાએ એ વાત સ્પષ્ટ ન કરી કે, તેઓ વચ્ચે કયાં મુદ્દે વાતચીત થઈ. પુતિન પણ એવું જ બોલ્યા કે, રચનાત્મક માહોલમાં ટ્રમ્પ ચર્ચા થઈ.અમેરિકા સાથેના સંબંધ પર અમને ગર્વ છે..આવનારા દિવસોમાં વૈશ્વિક શાંતિ માટે યુક્રેન સાથેના યુદ્ધના મૂળ કારણ સુધી પહોંચવાની જરૂર છે..રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા સાથે આગામી બેઠક મૉસ્કોમાં રાખવાનો પ્રસ્તાવ પણ આપ્યો..





















