(Source: ECI/ABP News/ABP Majha)
Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હાર
Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હાર
બ્રિટનની સત્તામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે જીતી રહી છે. પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે કહ્યું કે, મતદારોએ તેમનો ચુકાદો આપ્યો છે. સુનકે કીરને અભિનંદન આપતાં હાર પણ સ્વીકારી…બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ બાદ મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામો આવવા લાગ્યા છે. અત્યાર સુધીના પરિણામોમાં બ્રિટનના લોકો સત્તામાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણીમાં હારી ગઈ છે.સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સુનકે કીરને અભિનંદન આપતાં હાર પણ સ્વીકારી લીધી છે.લેબર પાર્ટીએ અત્યાર સુધીમાં 352 સીટો જીતી છે અને કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 74 સીટો મળી છે. બહુમતી માટે કુલ 650 બેઠકોમાંથી 326 બેઠકો જરૂરી હોય છે. કન્ઝર્વેટિવ પાર્ટીના મંત્રી પેની મોર્ડાઉન્ટ તેમની સંસદીય બેઠક હારી ગયા છે.