Indian Womens Team: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, ઐતિહાસિક જીત બદલ આપ્યા અભિનંદન
Indian Womens Team Meet PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને ભારતીય મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને તેમના ઐતિહાસિક વિજય બદલ અભિનંદન આપ્યા હતા અને ટુર્નામેન્ટમાં સતત ત્રણ હાર બાદ ટીમના શાનદાર પુનરાગમનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ટીમે માત્ર મેદાન પર જ નહીં પરંતુ સમગ્ર દેશના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે યાદ કર્યું કે તે 2017 માં પ્રધાનમંત્રીને મળી હતી, પરંતુ તે સમયે તેમની પાસે ટ્રોફી નહોતી. હરમનપ્રીતે હસીને કહ્યું, "હવે જ્યારે અમારી પાસે ટ્રોફી છે, ત્યારે અમે તેમને વારંવાર મળવા માંગીએ છીએ."





















