લંડનમાં 'ફિલ્મસ્ટાર પ્રેમીના' હાથમાં હાથ નાખીને સિગારેટનો કસ ખેંચતી જોવા મળી અક્ષય કુમારની સાસુ, જુઓ વીડિયો
મુંબઇઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની સાસુ અને ડિંપલ કાપડિયા અને બોલિવૂડ એક્ટર સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સની દેઓલ અને ડિંપલ એક બીજાના હાથોમાં હાથ નાખીને બેઠેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર લંડનની છે. વીડિયોમાં બંન્ને એક બસ સ્ટેન્ડમાં હાથમાં હાથ નાખીને બેસેલા જોવા મળી રહ્યા છે. ડિંપલ સિગારેટનો કસ ખેંચતી પણ જોવા મળી રહી છે.
એક જમાનામાં સની દેઓલ અને ડિંપલ વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી. પરંતુ અત્યાર સુધી કોઇએ બંન્નેને એક સાથે હાથમાં હાથ નાખીને જોયા નહોતા. બંન્ને 11 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા તેવું માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ડિંપલ સાથે અફેરને કારણે સનીની પત્ની તેનાથી અલગ થઇ ગઇ હતી.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
