રાજકોટઃ નવા કપડા પહેરી આવેલી ટાબરિયા ગેંગ સેકન્ડમાં આઠ લાખના ઉપિયાના દાગીના ઉઠાવી ફરાર
રાજકોટઃ રાજકોટમાં લગ્ન પ્રસંગોમાં ટાબરિયા ગેંગ સક્રીય થઇ ગઇ છે. ટાબરીયા ગેંગ મોકો શોધીને લગ્નમાં આવી સોનાચાંદીના કિંમતી ઘરેણા ચોરી જાય છે.
આ વીડિયો રાજકોટના અંબિકા ટાઉનશીપની બાજુમાં આવેલા સ્પીડવેલ પાટીપ્લોટનો છે. વીડિયોમાં જોઇ શકાય છે તે ટાબરિયા ગેંગ પાર્ટી પ્લોટમાંથી આઠ લાખ રૂપિયાના દાગીના ભરેલો થેલો ચોરી જાય છે.
પોલીસે સીસીટીવીના આઘારે તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગમાં નવવધૂને આપવામાં આવેલા આઠ લાખ રૂપિયાના દાગીના ટાબરિયા ગેંગ ઉઠાવી જાય છે. રાજકોટના નંદનવન સોસાયટીમા રહેતા અરવિંદભાઇ રૈયાણીને ત્યાં લગ્ન હતા જેમા આ બનાવ બન્યો છે. ટાબરીયા ગેગ લગ્ન નવા કપડા પહેરીને આવી જાય છે અને બાદમા હાથફેરો કરીને જતી રહે છે.
















