(Source: ECI/ABP News/ABP Majha)
પૂછ્યા વિના લીધી રજા, દોરડાથી બાંધી માલિકે જાહેરમાં માર્યો માર
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પેટ્રોપ પંપ પર કામ કરનારા કર્મચારીએ માલિકને જાણ કર્યા વિના રજા લેવાની ભારે પડી હતી. માલિકે રજા લેનારા કર્મચારીને પેટ્રોપ પંપ પર બોલાવી જાહેરમાં બાંધી હંટરથી માર માર્યો હતો. એટલું જ નહીં આ દબંગ માલિકે કર્મચારીને માર માર્યાનો વીડિયો પણ બનાવ્યો હતો. વાસ્તવમાં અજય નામના આ કર્મચારીને એક્સિડન્ટ થઇ ગયું હતું જેને કારણે તે કામ પર આવ્યો નહોતો.
અજયે જાણ કર્યા વિના રજા લીધી હોવાથી ગુસ્સે ભરાયેલો પેટ્રોપ પંપનો માલિકે બે કર્મચારીઓની મદદથી અજયને બોલાવ્યો હતો અને તેને દોરડાથી બાંધીને તેને માર માર્યો હતો.
આ દરમિયાન કર્મચારીએ પોતાની મજબૂરી જણાવી રહ્યો હોય છે પરંતુ માલિક તેની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. બાદમાં કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ વીડિયોના આધારે કેસ દાખલ કર્યો હતો. પોલીસે પીડિત કર્મચારીને પેટ્રોપ પંપ માલિક વિરુદ્ધ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.