Dakor News | ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિત
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સરકારના લાખો રૂપિયા ખરતી વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે પરંતુ આ વોટર એટીએમ મશીન અત્યારે દૂર ખાઈ રહ્યા છે કેવી રીતે સરકારના નાણાંનો દૂર ઉપયોગ થયો આવો તમને બતાવીએ.
પ્રજાના પૈસા પાણીમાં. ડાકોરમાં વોટર ATM ધૂળ ખાઈ રહ્યા છે. ઠાકોરજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે ભક્તોને પ્રાથમિક સુવિધા મળે તે માટે નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા. જો કે મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર પાંચ જગ્યા ઉપર મૂકવામાં આવેલા વોટર ATM મશીન ધૂળ ખાઈ રહ્યા છે. મશીનમાંથી માત્ર એક રૂપિયા બે રૂપિયા અને પાંચ રૂપિયામાં લીટર, બે લીટર અને 10 લીટર મિનરલ ઠંડુ પાણી આપવાનો ઉદ્દેશ હતો. પરંતુ એક વર્ષમાં જ આ મશીન બંધ હોવાથી પ્રસાશનની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે..
















