શોધખોળ કરો
પ્રથમ પ્રાઈવેટ સ્પેશિપ ઉડાવશે ભારતીય મૂળની આ અંતરિક્ષ યાત્રી
1/4

જણાવી દઈએ કે, 2011 બાદ અમેરિકાની ધરતી પરથી અંતરિક્ષની ઉડાણ ભરનારી આ પહેલી ક્રૂ હશે. 2014માં બોઈંગ અને સ્પેસએક્સ બંનેને 6.8 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ તેમને સ્પેસ સ્ટેશન સુધી ક્રૂ લઈ જવા માટે સ્પેસક્રાફ્ટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યો હતો.
2/4

ઉલ્લેખનીય છે કે, પ્રાઈવેટ સ્પેસશિપ કમર્શિયલ સ્પેસક્રાફ્ટ યોજના અંતર્ગત અંતરિક્ષમાં જશે. પહેલી ઉડાણ 2019ની શરૂઆત અથવા મધ્ય સુધીમાં ભરી શકે છે. શરૂઆતમાં આ ક્રૂ કેટલી ટેસ્ટ ઉડાણ પર જશે, જેમા અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનો પ્રયાસ કરાશે. આ ક્રૂમાં 8 એક્ટિવ નાસા મેમ્બર છે અને 1 પૂર્વ અંતરિક્ષ યાત્રી કમર્શિયલ ક્રૂ તરીકે જોડાયા છે. આ ક્રૂ મેમ્બર્સ બોઈંગની CST-100 Starliner અને SpaceX Dragoncapsules સ્પેસશિપને ઈંટરનેશનલ સ્પેશ સ્ટેશન લઈ જવામાં સહયોગ આપશે.
Published at : 04 Aug 2018 01:56 PM (IST)
View More





















