શોધખોળ કરો
આ દેશ તરફ ભારતીયોની આંધળી દોટ, સિટિઝનશિપ લેનારાઓની સંખ્યા 50 ટકા વધી

1/4

આંકડાઓ અનુસાર, છેલ્લાં 10 મહિનામાં 30 ઓક્ટોબર સુધી અંદાજે 1,39,503 કાયમી નિવાસીએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડા વધી રહ્યા છે, પરંતુ વર્ષ 2015ના આંકડાઓથી આ ઓછા છે. જ્યારે 28 હજાર ભારતીય નાગરિકોએ કેનેડાની સિટિઝનશિપ મેળવી હતી.
2/4

આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સંખ્યા એટલાં માટે પણ વધી રહી છે કારણ કે, ઓક્ટોબર 2017 બાદથી કેનેડાની સિટિઝનશિપ લેવાનું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું છે. પહેલાં પીઆર માટે 5 વર્ષ રહેવું ફરજિયાત હતું, જે હવે માત્ર 3 વર્ષ થઇ ગયું છે.
3/4

આ યાદીમાં ફિલિપાઇન્સ પ્રથમ નંબરે છે. ફિલિપાઇન્સના 15,642 લોકોએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. જ્યારે ભારત (15 હજાર) બીજા ક્રમ પર છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઇરાન (7,921) છે, જ્યારે ચોથા નંબરે ચીન (7,609) છે.
4/4

નવી દિલ્હીઃ કેનેડામાં રહેતા ભારતીયો આ વર્ષે મોટી સંખ્યામાં કાયમી સિટિઝનશિપ લેવા માટે આગળ વધ્યા છે. સિટિઝનશિપ અરજી કરનારાઓની સંખ્યામાં વિતેલા વર્ષની તુલનામાં 50 ટકા વધારો નોંધાયો છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કેનેડાના અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા છેલ્લાં 10 મહિનાના આંકડાઓ દર્શાવ્યા હતા જે ઓક્ટોબર 2018 સુધીના છે. આ ગાળા દરમિયાન, અંદાજિત 15 હજાર ભારતીયોએ સિટિઝનશિપ લીધી છે. જો આ આંકડાની વર્ષ 2017ના આંકડાઓ સાથે સરખામણીએ કરીએ તો તેમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.
Published at : 27 Dec 2018 08:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
