આ ભેંસો નવાઝ શરીફના સમર્થકોએ ખરીદી છે. શરીફના એ સમર્થક કાલ્બ અલીએ તેમાંથી એક ભેંસ 3.85 લાખ રૂપિયામાં ખરીદી છે. અલી કહે છે કે હરાજીની કિંમત 1.2 લાખ રૂપિયા હતી પરંતુ ભેંસ સાથેના ભાવનાત્કમ લગાવને કારણે તેણે ત્રણ ગણી બોલી લગાવીને ભેંસ ખરીદી.
2/4
પાકિસ્તાનના ન્યુઝપેપર ડોન અનુસાર વડાપ્રધાનના નિવાસસ્થાનની 3 ભેંસો અને પાંચ પાડાની ઇસ્લામાબાદમાં હજારી કરવામાં આવી હતી જેમાં કુલ 23,02,000 રૂપિયા ઉપજ્યા હતા.
3/4
આ પહેલા ગયા સપ્તાહે 61 લક્ઝરી કાર્સ વેચીને પાકિસ્તાનની સરકારે અંદાજે 20 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. સરકારની યોજના બુલેટપ્રૂફ કાર્સ સહિત 102 કરા અને મંત્રિમંડળના ઉપયોગમાં લેવામાં આવતા ચાર હેલિકોપ્ટર વેચવાની છે.
4/4
નવી દિલ્હીઃ આર્થિક સંકળામણનો સામનો કરી રહેલ પાકિસ્તાન સરકારે 8 ભેંસોની હજારી કરી છે. પાકિસ્તાન સરકારે આ 8 ભેંસની હજારીમાંથી 23 લાખ રૂપિયા મળ્યા છે. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ દ્વારા સ્વાસ્થ્ય સંબંધીત તકલીફને કારણે પ્રધાનમંત્રી આવાસમાં રાખવામાં આવેલ આઠ ભેંસોની હજારી બિનજરૂરી ખર્ચ ઘટાડવાના અભિયાન અંતર્ગત કરી છે.