લાહોર: પાકિસ્તાનનાં પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું છે કે પાકિસ્તાને આર્થિક, રાજનૈતિક કે સૈન્યની દ્રષ્ટિએ અમેરિકા પર આશ્રિત રહેવાને બદલે ભારત અને અન્ય પડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવા જોઈએ. ડોનમાં પ્રસિદ્ધ થયેલા એક ન્યૂઝ મુજબ હિના રબ્બાનીને કહ્યું કે પાકિસ્તાન બંને હાથમાં ભીક્ષાપાત્ર મૂકી સન્માન મેળવી શકે નહીં. કટોરો લઈ ભીખ માગવા કરતા ભારત સાથે મિત્રતા કરવી જોઈએ.
2/3
અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર આયોજિત એક સેમિનારમાં પૂર્વ વિદેશમંત્રી હિના રબ્બાનીએ કહ્યું કે, ઇસ્લામાબાદનું સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ અમેરિકા નહીં પણ ભારત, ઇરાન, ચીન અને અફઘાનિસ્તાન સાથે હોવું જોઈએ. દેશની અર્થવ્યવસ્થા અમેરિકા પર નિર્ભર નથી તેથી આપણે અમેરિકાને આટલું વધારે મહત્વ ન આપવું જોઈએ. બંને હાથમાં ભીખ માંગવાનો કટોરો લઈ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન નહીં મેળવી શકે. આપણે આત્મનિર્ભર બનીને વિકાસ તરફ ધ્યાન આપવું જોઈએ.
3/3
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા હિના રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાને હવે જાગવું પડશે. તેણે પડોશી દેશો સાથે સંબંધ સુધારવા પડશે અને ભારતકને ખાસ મહત્વ આપવું પડશે. હિના રબ્બાની ફેબ્રુઆરી 2011થી માર્ચ 2013 સુધી પાકિસ્તાનના વિદેશ મંત્રી હતા.