પોર્ન સ્ટાર સ્ટોર્મીએ થોડા સમય પહેલા જ ખુલાસો કર્યો હતો કે એક દાકયા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેના સંબંધ હતા. બન્ને વચ્ચે જાતીય સંબંધ પણ બંધાયા હતા. ત્યાર બાદ અભિનેત્રીએ ચુપ રહેવા માટે ધમકી મળવાનો આરોપ પણ લગાવ્યો હતો. જેના પર ટ્રમ્પે ટ્વિટર પર કહ્યું હતું કે ધમકી દેવાનો આરોપ વાહિતાય છે.
2/5
નોંધનીય છે કે, સ્ટોર્મીએ આરોપ લગાવ્યો હતો કે, નવેમ્બર 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા સમય પહેલા ટ્રમ્પના વકીલે તેને ટ્રમ્પ સાથેના કથિત સંબંધને લઈને મોઢું બંધ રાખવાના બદલામાં 1.3 લાખ ડોલર આપ્યા હતા. ડેનિયલે આ મામલે પણ ટ્રમ્પ વિરૂદ્ધ અલગથી એક અપીલ કરી હતી. લોસ એન્જેલેસમાં અમેરિકા જિલ્લા કોર્ટ જજ એસ જેમ્સ ઓટેરોએ ડેનિયલ દ્વારા આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ વિરૂદ્ધ માનહાનિનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો.
3/5
આ કેસ હારી ગયા બાદ ટ્રમ્પના વકીલે કોર્ટમાં સ્ટોર્મી પાસે 8 લાખ ડોલર વળતર પેટે માગ કરી હતી. જોકે કોર્ટે 2.9 લાખ ડોલર આપવાનો આદેશ આપ્યો હતો.
4/5
સ્ટોર્મી ડેનિયરનું સાચું નામ સ્ટીફની ક્લિફોર્ડ છે. ઓક્ટોબર મહિનામાં લોસ એન્જલસમાં તેણે કરેલા બદનક્ષીના દાવાનો કેસ તે હારી ગઈ હતી. કોર્ટે નોંધ્યો હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલ ટ્વિટ વાણી સ્વતંત્રતાના અધિકાર હેઠળ આવે છે.
5/5
નવી દિલ્હીઃ કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2.9 લાખ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સ્ટોર્મીએ ટ્રમ્પ વિરૂદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો હતો તે કેસમાં કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના વકીલની લીગલ ફી ચૂકવવા માટે સ્ટોર્મીને આદેશ કર્યો છે.