શોધખોળ કરો
પાકિસ્તાને US સામે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, જ્હોન કેરીને કહ્યું- કાશ્મીર મામલે દખલ દે
1/4

નવાઝ શરીફે જોન કેરી સાથે મુલાકાત બાદ પાકિસ્તાન તરફથી એક નિવેદન જારી કર્યું હતું. તેમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાશ્મીરમાં 107થી વધારે લોકો માર્યા ગયા છે, હજારો ઘાયલ છે અને સરકારના સ્તેર માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નિવેદન અનુસાર, શરીહે કેરીને કહ્યું કે, તેમને આજ દિન સુધી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું એ વચન યાદ છે જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા, પાકિસ્તાન અને ભારતની વચ્ચે દ્વિપક્ષીય વિવાદો અને મુદ્દે સમાધાન કરવામાં મદદ કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે. શરીફે કહ્યું કે, હું અમેરિકન સરકાર અને વિદેશ પ્રાધાન કેરી પાસેથી આશા રાખું છું કે, તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાના સમાધાન માટે પોતાના પદનો ઉપયોગ કરશે.
2/4

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 18 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમેરિકા આતંકવાદનો સામનો કરવા માટે ભારતની સાથે મજબૂતથી ઉભો છે. ઉરી હુમલામાં સેનાના 17 જવાન શહીદ થયા હતા, જ્યારે 19થી વધારે ઘાયલ થયા છે.
Published at : 20 Sep 2016 08:16 AM (IST)
View More





















