કોર્ટે ભારતીય કાર્યક્રમોના પ્રસારણનં બંધ કરવાના આદેશ આપતા કહ્યું કે, "તે અમારા બંધારણનું ઉલ્લંઘન કરે છે. શું આપણે તેમની ચેલનો પર પ્રતિબંધ નથી લગાવી શકતા?" રિપોર્ટ્સ અનુસાર, ન્યાયાધીશે કહ્યું કે સંબંધિત અધિકારીઓને માત્ર યોગ્ય કન્ટેન્ટ જ પ્રસારિત કરવી જોઇએ.
3/5
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઇલેક્ટ્રૉનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમ્રા)એ 2016માં સ્થાનિક ટીવી અને એફએમ રેડિયો ચેનલો પર ભારતીય કાર્યક્રમોના પ્રસારણ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને ભારતીય મનોરંજન ઉદ્યોગ દ્વારા પાકિસ્તાની કાર્યક્રમો અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાના આદેશ તરીકે જોવામાં આવ્યો હતો.
4/5
લાહોરઃ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે લાહોર હાઇકોર્ટના આદેશને ફગાવી દીધો છે, સુપ્રીમ કોર્ટે સ્થાનિક ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમોના પ્રસારણ પર પ્રતિબંધને પોતાના આદેશને બરકરાર રાખ્યો છે.
5/5
મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારે યુનાઇટેક પ્રૉડ્યૂસર્સ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટ કરાચી રજિસ્ટ્રીમાં સ્થાનિક ટીવી ચેનલો પર વિદેશી કાર્યક્રમો બતાવવા સંબંધી એક અરજી મામલે પોતાનો આદેશ આપ્યો હતો.