પાર્ટીમાં પાકિસ્તાનની ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક લોકો પહોંચ્યા. પાક ફેશન કાઉન્સિલના ડાયરેક્ટર અને ડિઝાઇનર દિપક પરવાની અમિતાભ બચ્ચનનું માસ્ક પહેરીને પહોંચ્યા. એક મહિલા ઐશ્વર્યાનું માસ્ક પહેરીને આવી. મેનિક્વીનને કેટલાંક અન્ય બોલિવૂડ સ્ટાર્સના માસ્ક પહેરાવવામાં આવ્યા.
2/7
3/7
આલિયાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની પરંપરા, સંસ્કૃતિ, શોખ અને સંગીતમાં ઘણી સમાનતા છે. અંબાણીઓની માફક જ પાકિસ્તાનમાં પણ લગ્ન સમારંભ ઘણાં દિવસો સુધી ચાલે છે. પાકિસ્તાનીઓ માટે આ પોતાના ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સને જોયાનો અહેસાસ લેવાનો પ્રસંગ હતો.
4/7
અન્ય એક બોર્ડમાં - 26 કેરેટ સોનાની દીવાલ લખવામાં આવ્યું. આ ઉપરાંત હાથીના પૂતળાને પાર્ટીમાં આવેલો બે કરોડ ડોલરનો હાથી દર્શાવવામાં આવ્યો. આલિયાએ કહ્યું કે, તેની ઇચ્છા હતી કે, લોકો માત્ર નામ વાંચીને જ મોંઘી પાર્ટીનો અહેસાસ લઇ શકે.
5/7
પાર્ટી આલિશાન લાગે તે માટે કાર્યક્રમ સ્થળ પર અમુક સ્થળોને નકલી નામ પણ આપવામાં આવ્યા. કાર્યક્રમ સ્થળની બહાર બોર્ડર પર લખવામાં આવ્યું - 10 કરોડ ડોલરની પાર્ટી.
6/7
આલિયાએ પોતાના મિત્રો અને મૉડલ ફ્રેકા અલ્તાફને બિયોન્સે જેવા ડ્રેસ અને લૂકમાં પરફોર્મ કરવા માટે બોલાવ્યા. આલિયા અનુસાર, આનો ઉદ્દેશ બિઝનેસ ટાયકુનના ખર્ચની બરાબરી કરવાનુ નહીં પણ એક મોટી પાર્ટીનો અનુભવ લેવાનો હતો. સોશ્યલ મીડિયા પર શેર થયા બાદથી પાર્ટીની તસવીરો સોશ્યલ મીડિયામાં પર વાયરલ થઇ રહી છે.
7/7
લાહોરઃ તાજેતરમાંજ પાકિસ્તાનની સુપરમૉડલ આલિયા ઝૈદીએ કરાંચીમાં અંબાણી થીમ પર નકલી પાર્ટી રાખી. આમાં મોટા ફિલ્મ સ્ટાર્સ અને મોંઘી જ્વેલરી પહેરેલા લોકો તો ના દેખાયા પણ અભિનેતાઓના માસ્ક પહેરેલા પુતળા અને નકલી હીરા પહેરેલા લોકો જરૂર દેખાયા. આલિયાએ કહ્યું કે, મુકેશ અંબાણીની દીકરી ઇશાના લગ્ન સાથે જોડાયેલી પાર્ટીઓની પાકિસ્તાનમાં ખુબ ચર્ચા થઇ હતી. આ કારણથી અમે પણ અહીં એવી પાર્ટી કરવાનું મન બનાવ્યું હતું.