શોધખોળ કરો
સ્પેન: બાર્સેલોનામાં આંતકી હુમલો, વાનથી લોકોને કચડ્યા, 13ના મોત, ચાર આંતકી ઠાર
1/5

બાર્સેલોના: સ્પેનના બાર્સેલોનામાં મોટો આંતકી હુમલો થયો છે. એક વાને ભીડવાળી જગ્યામાં લોકોને કચડી નાખ્યા છે. આ હુમલામાં 13 લોકોના મોત થયા છે, જો કે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠ ISISએ લીધી છે. પોલીસે ચાર શંકાસ્પદ આંતકીને ઠાર કર્યા છે. હાલમાં યૂરોપના કેટલાક દેશોમાં વાહનને ભીડમાં ઘુસાડી હુમલો કરવાની કેટલીક ઘટનાઓ બની છે. આ પ્રકારના હુમાલામાં સ્પેન બાકી હતું તેની નજીક ફ્રાંસ, બેલ્જિયમ અને જર્મનીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે
2/5

હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ કર્યું છે, “અમેરિકા સ્પેનના બાર્સેલોનામાં આંતકી હુમલાની નિંદા કરે છે અને અમે સંભવિત સહાય કરીશું.” ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનએલ મેક્રોને કહ્યું કે, તેમની સંવેદનાઓ ત્રાસવાદી હુમલાના પીડિતો પ્રત્યે છે. જર્મન ચાંસલર એંજેલા માર્કેલે પણ નિંદા કરી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી ટેરીજા મે એ ટ્વિટર પર કહ્યું કે, આંતકવાદી સામે લંડન પણ સ્પેનની સાથે છે.
Published at : 18 Aug 2017 08:21 AM (IST)
View More























