શોધખોળ કરો

ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા ખરીદવાની ઓનલાઈન નોંધણી સમયમર્યાદાના બચ્યા છે થોડા જ દિવસો, આજે જ કરાવો નોંધણી

ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2022 છે.

અમદાવાદઃ ગુજરાત સરકાર ખેડૂતોના ફાયદા માટે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદતી હોય છે. ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2022 છે. જે ખેડૂતોએ હજુ સુધી આ પાક વેચવા માટે નોંધણી ન કરાવી હોય તેમને વહેલી તકે નોંધણી કરાવી લેવા અપીલ છે. આ માટે ખેડૂતો સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકે છે.

પ્રાકૃતિક ખેતીથી બટાકાનું મલબખ ઉત્પાદન કરી લાખોમાં કમાણી કરે છે ડીસાનો આ ખેડૂત

ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ નફો કમાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા બટાકાની ખેતી માટે રાજ્યમાં પ્રખ્યાત છે. બટાકાના મલબલ ઉત્પાદનના કારણે અહીં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ મોટી માત્રામાં છે. બનાસકાંઠાના અનેક ખેડૂતોએ બટાકાના ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત  બાબુજી ઠાકોર બટાકાની પ્રાકૃતિક ખેતી કરે છે.

બાબુજી ઠાકોર આજે પ્રાકૃતિક ખેતીથી બટાકાનું મબલખ ઉત્પાદન કરે છે અને લાખોમાં કમાણી કરે છે. વર્ષ 2016માં તેમણે બટાકાની પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતનું વર્ષ હોવાને કારણે અને પ્રાકૃતિક ખેતીનો બહુ અનુભવ ન હોવાને કારણે પ્રાકૃતિક ખેતીમાં બટાકાનું તેમનું ઉત્પાદન રાસાયણિક ખેતીની સરખામણીએ થોડું ઘટી ગયું હતું. પરંતુ, ખૂબ મહેનતને અંતે આખરે તેમને સફળતા મળી અને રાસાયણિક ખેતી હેઠળ મળતા ઉત્પાદન કરતાં પણ વધુ ઉત્પાદન તેમને પ્રાકૃતિક ખેતી હેઠળ મળવા લાગ્યું. આજે બાબુજી ઠાકોર એકરદીઠ 500 થી 600 મણ બટાકાનું ઉત્પાદન મેળવે છે.

બાબુજી ઠાકોરના કહેવા પ્રમાણે , ‘પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાને કારણે મને મારા બટાકાના ભાવ પ્રમાણમાં ઘણા સારા મળે છે. રાસાયણિક બટાકા કિલોના રૂ.10 ના ભાવે વેચાય છે, જેની સામે હું મારા પ્રાકૃતિક ખેતીના બટાકા કિલોના રૂ.15ના ભાવે વેચું છું. આમ, મને કિલોએ રૂ.5 વધારે મળે છે. વર્ષ 2019-20માં મેં રૂ. 2.60 લાખના બટાકાનું વેચાણ કર્યું હતું.’

પ્રાકૃતિક ખેતી તરફ વળવાને કારણે તેમના ખર્ચમાં થયેલા ઘટાડાની વાત જણાવતા તેઓ કહે છે કે, રાસાયણિક પદ્ધતિથી હું જ્યારે ખેતી કરતો ત્યારે રૂ. 18 થી 20 હજારનો ખર્ચ તો મારે ખાતર લાવવામાં જ થઈ જતો હતો. પણ પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચનો પ્રશ્ન રહેતો જ નથી. ઉપરાંત, પાકમાં રોગચાળો લાગે તો તેના માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવી દવાઓનો અમે છંટકાવ કરીએ છીએ અને આ દવાઓ અમે જાતે જ બનાવીએ છીએ. મહત્વની વાત એ છે કે બંને પદ્ધતિથી બટાકાનું ઉત્પાદન એકસરખું જ થાય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં બટાકાની ગુણવત્તા ઘણી સારી હોય છે, જેથી ભાવ સારો મળે છે. આમ, ખાતર અને દવાઓનો ખર્ચ ઘટે છે, અને ભાવ વધુ મળે છે, જેના પરિણામે અમને ખેડૂતોને ઘણો આર્થિક ફાયદો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget