Smart Hand Tolls Kit: ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજનામાં આપે છે આટલી સહાય ? જાણો કેવી રીતે કરશો અરજી
Gujarat Agriculture News: આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 10 હજાર સુધીની સહાય મળવા પાત્ર છે. રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો આ સહાયનો લાભ લઈ શકે છે.
![Smart Hand Tolls Kit: ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજનામાં આપે છે આટલી સહાય ? જાણો કેવી રીતે કરશો અરજી Gujarat Agriculture News: Know about Gujarat government s smart hand toll kit yojana Smart Hand Tolls Kit: ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજનામાં આપે છે આટલી સહાય ? જાણો કેવી રીતે કરશો અરજી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/2b21581ab4988e3af597edc989767158_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Agriculture News: ખેતીમાં ખેડાણ, કાપણી, વાવણી જેવા અગત્યના અને અઢળક શ્રમ માંગી લેતા કાર્યો ખેડૂતો સરળતાથી, સમયસર કરી શકે અને ખેડૂત મહત્તમ ઉત્પાદન મેળવી શકે એ માટે ખેડૂતો પાસે સ્માર્ટ ઓજારો હોવા જરૂરી છે. ગુજરાતના ખેડૂતોને વધુ સારા કૃષિ વિકાસ માટે મદદ કરવા માટે ગુજરાત સરકારે આઇ-ખેડૂત સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 10 હજાર સુધીની સહાય મળવા પાત્ર છે. રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો આ સહાયનો લાભ લઈ શકે છે.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટમાં કયા ઓજારો મળી શકે
સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ પેડી સીડર)...
ખેતીમાં ખેડાણ, કાપણી, વાવણી જેવા અગત્યના અને અઢળક શ્રમ માંગી લેતા કાર્યો ખેડૂતો સરળતાથી, સમયસર કરી શકે અને ખેડૂત મહત્તમ ઉત્પાદન મેળવી શકે એ માટે ખેડૂતો પાસે સ્માર્ટ ઓજારો હોવા જરૂરી છે. ખેડૂતોની એ જ જરૂરિયાત માટે છે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ સહાય યોજના. pic.twitter.com/0BZ8YXwNwM
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) February 16, 2022
સાધનોની ખરીદી ક્યાંથી કરવી
અરજદારને પૂર્વ મંજુરી મળ્યા બાદ ગુજરાત ખેત ઉધ્યોગ નિગમ લી,ગાંધીનગરના માન્ય વિક્રેતા/ એબીસી/ એએસસી પાસેથી સ્માર્ટ ઓજારોની ખરીદી કરવાની રહેશે
કયા પુરાવા જોઈએ
- ખેડૂત નોંધણી પત્ર નં.
- 7-12, 8-A ખાતા નં.
- આધાર કાર્ડ
- ઓળખપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર (નોંધણી માટે)
- બેંક ખાતા નં.
- ચેક નં.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટની અરજી કયાં કરશો
આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતો તમે તેની અરજી ગ્રામ પંચાયતમાં અથવા નજીકના ઓનલાઇન સેન્ટર પર કરી શકે છે. ઉપરાંત I-khedut પોર્ટલ પર તમે જાતે પણ અરજી કરી શકો છો અને આ યોજના નો લાભ લઇ શકો છો.
આ પણ વાંચોઃ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)