PM Modi Gujarat Visit: PM મોદીએ દિયોદરમાં બટાટા પ્રોસેસિંગ યુનિટની લીધી મુલાકાત, જાણો કેટલા કરોડના ખર્ચે બન્યો છે પ્લાન્ટ, જુઓ તસવીરો
આ પ્લાન્ટ 60 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ પ્લાન્ટમાં પોટેટો વેજિસ, પોટેટે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈસ, આલૂ ટિકી વગેરે બનાવવામાં આવશે. આ પ્લાન્ટમાં પીએમ મોદીએ વિવિધ માહિતી મેળવી હતી.
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠા જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનેલી બીજી બનાસ ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે,
60 કરોડના ખર્ચે તૈયાર થયો છે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ
PM મોદીના બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્લાન્ટ 600 કરોડના ખર્ચે તૈયાર થયો છે. દુનિયાનું પહેલું 48 ટનની ક્ષમતાથી સજ્જ આ પ્લાન્ટમાં પોટેટો વેજિસ, પોટેટે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈસ, આલૂ ટિકી વગેરે બનાવવામાં આવશે. આ પ્લાન્ટમાં પીએમ મોદીએ વિવિધ માહિતી મેળવી હતી.
The new dairy complex at Diyodar, Banaskantha district is a greenfield project. It will enable the processing of about 30 lakh litres of milk, produce about 80 tonnes of butter, one lakh litres of ice cream, 20 tonnes of condensed milk and 6 tonnes of chocolate daily.
— ANI (@ANI) April 19, 2022
જૂન-2020માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા સાત દેશોની મશીનરી લગાવાઇ છે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા કરવાની ક્ષમતા છે. જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન થઇ શકશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે.
Gujarat | The potato processing plant at Diyodar will produce different types of processed potato products like french fries, potato chips, aloo tikki, patties etc, many of which will be exported to other countries. pic.twitter.com/cVCN7mKIKL
— ANI (@ANI) April 19, 2022