શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Krishi Tips: અસલી-નકલી ફર્ટિલાઇઝરની કરો સરળતાથી ઓળખ, જાણો શું છે રીત
ભારતમાં ખેતીની ઉપજ વધારવા ખાતરનો વ્યાપક ઉપયોગ થાય છે. જો કે, દેશના કેટલાક ભાગોમાં ખાતરની મોટી અછત છે. જેના કારણે ખેડૂતોને કલાકો સુધી કતારોમાં ઉભા રહીને રાસાયણિક ખાતર ખરીદવા પડે છે.
Krishi Tips: ભારતમાં ખેતીની ઉપજ વધારવા ખાતરનો વ્યાપક ઉપયોગ થાય છે. જો કે, દેશના કેટલાક ભાગોમાં ખાતરની મોટી અછત છે. જેના કારણે ખેડૂતોને કલાકો સુધી કતારોમાં ઉભા રહીને રાસાયણિક ખાતર ખરીદવા પડે છે. કેટલીકવાર અછતના કારણે તેઓ ખાતર પણ મેળવી શકતા નથી, જેની સીધી અસર તેમની ખેતીની ઉપજ પર પડે છે. જો કે આનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો રાસાયણિક ખાતરમાં ભેળસેળ કરી નકલી ખાતર ખેડૂતોને વેચે છે. જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે. અમે તમને એક એવી ખાસ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ખાતરની ગુણવત્તા વિશે જાણી શકશો. આ પદ્ધતિની મદદથી તમે જાણી શકશો કે કયું ખાતર અસલી છે અને કયું નકલી. આવો જાણીએ-
- આજકાલ નકલી ખાતર બનાવવાનો ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસે તેમના દરોડામાં આવી અનેક ફેક્ટરીઓને પકડી છે, જે નકલી ખાતર બનાવવાનો ધંધો કરતી હતી. આ કારણે જ્યારે પણ તમે બજારમાં ખાતર ખરીદવા જાવ તો તે સમયે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- તમે અસલી અને નકલી ખાતર વિશે સરળતાથી જાણી શકો છો. ખાતર ખરીદતી વખતે તેના દાણા હાથમાં લઈને તેના વિશે ઘણું જાણી શકાય છે. આ માટે તમારે DAP વિશે સમજવું પડશે. DAP સખત, દાણાદાર, કથ્થઈ અને કાળો રંગનો છે. જો તમે તેને તમારા નખ વડે તોડવાનો પ્રયત્ન કરો છો, તો તે સરળતાથી તૂટતું નથી.
- તેના દાણાને ચૂનાથી ઘસવાથી ખૂબ જ દુર્ગંધ આવે છે. બીજી તરફ, જો તેને પ્લેટમાં ગરમ કરવામાં આવે તો ડીએપીના દાણા ફૂલી જાય છે. આ પ્રક્રિયાની મદદથી, તમે ખાતરની ગુણવત્તા વિશે જાણી શકો છો.
આ પણ વાંચોઃ પત્નીથી પીછો છોડાવવા પતિ બતાવતો રહ્યો બહેન, ફેમિલી કોર્ટે આપ્યો આ ફેંસલો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion