Indore Family Court: પત્નીથી પીછો છોડાવવા પતિ બતાવતો રહ્યો બહેન, ફેમિલી કોર્ટે આપ્યો આ ફેંસલો
Family Court Indore: ઈન્દોરની ફેમિલી કોર્ટમાંથી 73 વર્ષીય મહિલાના વર્ષોની પ્રતિક્ષા બાદ ન્યાય મળ્યો છે. પત્નીએ ફેમિલી કોર્ટમાં પૂરાવા રજૂ કરીને દગાબાજ પતિની ચાલ નિષ્ફળ કરી હતી.
Family Court Indore: ઈન્દોરની ફેમિલી કોર્ટમાંથી 73 વર્ષીય વૃદ્ધ મહિલાને વર્ષોની રાહ બાદ ન્યાય મળ્યો છે. કપટી પતિએ મહિલાને પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી. ફેમિલી કોર્ટની સામે પતિએ પીડિતાને બહેન કહીને છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીએ ફેમિલી કોર્ટમાં પુરાવા રજૂ કરીને છેતરપિંડી કરનાર પતિની યુક્તિને નિષ્ફળ બનાવી હતી. ફેમિલી કોર્ટ પતિ પાસેથી પત્નીના અધિકારો અપાવ્યા હતા.
ફેમિલી કોર્ટે વૃદ્ધ મહિલાને પત્નીનો અધિકાર આપ્યો
એડવોકેટ પ્રીતિ મેહાનના જણાવ્યા અનુસાર, 73 વર્ષીય મહિલાએ ફેમિલી કોર્ટમાં તેના પતિ સામે ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. મામલો કોર્ટમાં આવ્યા બાદ પતિએ પત્નીને સ્વીકારવાની ના પાડી દીધી અને તેની બહેન હોવાનું જણાવ્યું હતું. પીડિત મહિલાના વકીલે કોર્ટમાં પત્ની હોવાના દસ્તાવેજો રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે વૃદ્ધ મહિલાને ન્યાય આપતાં કહ્યું કે, પતિ તેને પોતાની પત્ની માને અને કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો ત્યારથી લઈને આજસુધીનો પતિને ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો.
દર મહિને પીડિતને ભરણપોષણ માટે નાણાં ઉપલબ્ધ કરાવવા પણ જણાવ્યું હતું. પીડિત મહિલા ઘણા વર્ષોથી પત્ની હોવાના પુરાવા માટે કોર્ટમાં ભટકતી હતી. ફેમિલી કોર્ટના ઐતિહાસિક નિર્ણયથી 73 વર્ષીય વૃદ્ધ મહિલા ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે મોડેથી ન્યાયની જીત થઈ છે.