શોધખોળ કરો

Gandhinagar: કપાસના ઉત્પાદનમાં ગુજરાતે કાઢ્યું કાઠું, આ મામલે સમગ્ર દેશમાં મેળવ્યું બીજુ સ્થાન

ગાંધીનગર: મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે.

ગાંધીનગર: મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે  ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. 

ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ ૧૯૬૦માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર ૧૩૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે ૬૦૦ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને અબજો રૂપિયાની આવક કપાસ દ્રારા થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી. 

ભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.
વર્ષ ૧૯૭૧માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-૪ નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો. જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જ, પરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ ૨૦૨૧માં ભારતે રેકોર્ડ બ્રેક ૧૦,૭૮૭ મીલીયન ડોલરની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.

વર્ષ ૨૦૦૧-૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે ૧૭.૪૦ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં વધીને ૨૬.૮૩ લાખ હેક્ટર થયો છે. સાથે જ, કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૩-૨૪માં ૯૨.૪૭ લાખ ગાંસડી અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૫૮૯ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત રાજ્ય ૨૨.૪૫ લાખ હેક્ટરના વાવેતર વિસ્તાર, ૭૩.૮૮ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૫૯ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય બન્યું હતું. આજે પણ ગુજરાત દ્વિતીય ક્રમે યથાવત છે. 

બીટી કપાસ યુગમાં પણ સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાત સરકારના સઘન પ્રયત્નો થકી જાહેર ક્ષેત્રની પ્રથમ ૨ બીટી સંકર જાતો - ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ને વર્ષ ૨૦૧૨માં ભારત સરકાર દ્રારા માન્યતા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં અન્ય બે બીટી સંકર જાતો - ગુજરાત કપાસ સંકર-૧૦ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૧૨ બીજી-૨‌ જાતો વિકાસવીને ગુજરાતે ખેડૂતોને કપાસ વાવેતર માટે બીટી કપાસની ચાર જાતો વાવેતર માટે ઉપલબ્ધ કરાવી. 

સમગ્ર વિશ્વમાં સતત થઇ રહેલ વસ્તી વધારાના કારણે ભવિષ્યમાં કુદરતી રેસા, વસ્ત્રો, ખાદ્યતેલ અને પશુ આહાર માટેના કપાસીયા ખોળની હાલ કરતા વર્ષ ૨૦૩૦ સુધીમાં દોઢ ગણી અને ૨૦૪૦ સુધીમાં બમણી સંભવિત જરૂરીયાતો ઊભી થશે. આ જરૂરિયાતોને ધ્યાને લઈને સંશોધનો, નવા અને અદ્યતન વિચારો તેમજ ઘરેલું ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવી કપાસની નિકાસ કરીને દેશના અર્થતંત્રમાં ગુજરાત અમૂલ્ય ફાળો આપી શકે છે.  

આ પણ વાંચો...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Embed widget