શોધખોળ કરો

Mulching Farming: તરબૂચ, ટામેટા, કાકડી, મરચીની ખેતીમાં ઉપયોગી છે આ ખેતી પદ્ધતિ, થશે મબલખ નફો

Mulching Farming: કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી પણ હરણફાળ ભરી છે. જૂની પદ્ધતિને નવી પદ્ધતિમાં રૂપાંતર કરી ખેડૂતોતેનો આવકરી રહ્યા છે. જેમાંથી એક છે મલ્ચિંગ પદ્ધતિ.

Mulching Farming: કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી પણ હરણફાળ ભરી છે. જૂની પદ્ધતિને નવી પદ્ધતિમાં રૂપાંતર કરી ખેડૂતોતેનો આવકરી રહ્યા છે. જેમાંથી એક છે મલ્ચિંગ પદ્ધતિ. જેના અનેક લાભો મેળવીને કૃષિને એક નવી દિશા આપી રહ્યાં છે, એમ કહીએ તો ખોટું નથી. મોંઘાદાટ બિયારણ, ખાતર અને મજુરોની અછતો વચ્ચ મોટી કરકસરયુક્ત મલ્ચિંગ પદ્ધતિને અપનાવી ખેતીનું ઉત્પાદન સારામાં સારું મેળવી રહ્યાં છે.

મલ્ચિંગ શું છે

મલ્ચિંગ એટલે મુખ્ય પાકના છોડની આજુબાજુ આવેલ ખુલ્લી જમીનને પાક અવશેષો ઘાસ પ્લાસ્ટિક વગેરે વડે ઢાંકવાની પ્રક્રિયા. જેમાં છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું  કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ કરવામાં આવે છે. જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે, સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે અને નીંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે.

કઈ ખેતીમાં થઈ રહ્યો છે મલ્ચિંગનો ઉપયોગ

હાલ તડબૂચના પાકમાં મલ્ચિંગ પદ્ધતિ સવિશેષ ઉપયોગ થવા લાગ્યો છે. આ ઉપરાંત ટામેટી, મરચી, તૂરિયા, કાકડી વગેરે જેવા શાકભાજીના પાકોમાં તેમજ કપાસમાં પણ સફળતાપૂર્વક ઉપયોગ થાય છે. મલ્ચિગ માટે પ્લાસ્ટિક થોડું મોંઘુ હોવા છતાં તેનો વપરાશ વધતો જાય છે. હાલ એલએલડીપીઈનો ઉપયોગ વધુ જાણીતો બન્યો છે કારણ કે ખૂબ પાતળું હોવા છતાં વધુ મજબૂતાઈ ધરાવે છે જેથી ફાટતું નથી કે કાણાં પડતા નથી તેમજ તે વધારે પાતળું હોવાથી ઓછા વજનમાં વધુ વિસ્તારમાં પાથરી શકાય છે. આમ ખર્ચ પણ ઓછો થાય છે.

  • મલ્ચિંગનો ઉપયોગ
  • જળ સંરક્ષણ
  • પાણી શોષણ
  • બાષ્પીભવન ઘટાડવું
  • નીંદણનું નિયંત્રણ
  • સુક્ષ્મસજીવો માટે માઈક્રોક્લાયમેટ બનાવવામાં
  • પાકના અસરકારક મૂળ વિસ્તારની આસપાસ ગરમીનું પ્રમાણ જાળવી રાખવામાં

મલ્ચ તરીકે શું ઉપયોગમાં લઈ શકાય

મલ્ચ તરીકે પરાળ, સુકાપાંદડા, કેળના પાન, શેરડીના પાન, લાકડાનો વહેર, મગફળીના ફોતરા વગેરેનો ઉપયોગ કરી શકાય. નહિતર આ બધાની જગ્યાએ પ્લાસ્ટીક ઉપયોગમાં લઇ શકાય છે.

મલ્ચિંગ પદ્ધતિના લાભ

  • શાકભાજીના પાકોમાં નિંદામણથી મૂક્તિ નિંદામણ ખર્ચનો બચાવ.
  • પાણીનો વ્યય અટકે ઓછા પાણીમાં શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન.
  • રોપાણી બાદ ઉત્પાદનનો સમયગાળો વહેલો.
  • મજુરી ખર્ચમાં ફાયદો.
  •  બીજ અંકુરણની ક્રિયા ઝડપી અને રોપણી બાદ શરૂઆતના તબક્કામાં જીવતો કે રોગ લાગવાની શક્યતા નહીંવત રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?
Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?
Kisan Nidhi Registration: પીએમ કિસાન નિધિ યોજના માટે પ્રથમવાર કરી રહ્યા છો અરજી? તો ના કરો આ ભૂલ
Kisan Nidhi Registration: પીએમ કિસાન નિધિ યોજના માટે પ્રથમવાર કરી રહ્યા છો અરજી? તો ના કરો આ ભૂલ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget