શોધખોળ કરો

PM Fasal Bima Yojana: મોદી સરકારની આ યોજનામાં ખેડૂતોને માવઠું, વાવાઝોડુ, અતિવૃષ્ટિમાં મળે છે સહાય, જાણો કેટલું હોય છે પ્રીમિયમ

PMFBY: આ યોજનામાં રવિ, ખરીફ અને વાણિજ્યિક પાકોનો ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે. આ યોજના હેઠળ ખરાબ હવામાનના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન પર રાહત આપવામાં આવે છે.

Pradhan Mantri Fasal Bima Yojana: કુદરતી આફતના કારણે ખેડૂતોને પાકને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકનો વીમો લઈ શકે છે અને સંભવિત નુકસાનને કારણે થયેલા નુકસાન માટે વળતર મેળવી શકે છે.

ક્યારે શરૂ કરવામાં આવી હતી PMFBY યોજના

કેન્દ્ર સરકારે 2016 માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરી હતી. જેનો ઉદ્દેશ્ય કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, વાવાઝોડા, જીવાતો અને રોગો જેવા અનેક બાહ્ય જોખમોમાંથી ઉદ્ભવતી કોઈપણ કુદરતી આફતને આવરી લઈ નુકસાન માટે વળતર આપવાનો છે.

આ પાકોનો પીએમ ફસલ બીમા યોજના હેઠળ વીમો લેવામાં આવશે

પીએમ ફસલ બીમા યોજના હેઠળ ખાદ્ય પાક (અનાજ, બાજરી અને કઠોળ)નો વીમો લેવામાં આવશે. ઉપરાંત તેલીબિયાં પાકો અથવા વાર્ષિક બાગાયતી પાકો સહિત બારમાસી પાકો નો વીમો લઈ શકાય છે. આ યોજનામાં રવિ અને ખરીફ સીઝનના પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખેડૂતોએ કેટલું વીમા પ્રીમિયમ ભરવું પડશે

ખેડૂત દ્વારા વીમા કંપનીને ચૂકવવાના પ્રીમિયમનો દર ખરીફ સિઝન માટે અનાજ, કઠોળ અને તેલીબિયાં સહિતના ખાદ્ય અનાજ માટે 2 ટકા પ્રીમિયમ હશે. રવિ સિઝન માટે 1.5 ટકા પ્રીમિયમ ચૂકવવું પડશે. આ સિવાય વાર્ષિક બાગાયત અને વ્યાપારી પાકો માટે 5 ટકા પ્રીમિયમ ચૂકવવાપાત્ર રહેશે.

ખેડૂતો કેવી રીતે પીએમ ફસલ બીમા યોજનાનો લાભ લઈ શકે

પીએમ ફસલ બીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેના માટે અરજી કરવાની રહેશે. જો ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય, તો તેઓ પીએમ ફસલ બીમા યોજનાની વેબસાઈટ https://pmfby.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઑફલાઇન અરજી માટે, ખેડૂતો કોઈપણ બેંકમાંથી ફોર્મ ભરી અને સબમિટ કરી શકે છે. આ ફોર્મ બેંકમાં જ જમા કરાવવાનું રહેશે.

પીએમ ફસલ બીમા યોજનાની વિશેષ વિશેષતાઓ

  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) 13 જાન્યુઆરી 2016 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
  • આ યોજનામાં રવિ, ખરીફ અને વાણિજ્યિક પાકોનો ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ખરાબ હવામાનના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન પર રાહત આપવામાં આવે છે.
  • ખેડૂતોને પાક વીમા યોજના અંગે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સરકારે વીમા દાવાની પતાવટની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે.
  • આ યોજના ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget