PM Modi Speech: વંદે માતરમ પર સંસદમાં PM મોદીનું સંબોધન
લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપનાર અને પ્રેરણા આપનાર અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવનાર મંત્ર અને સૂત્ર, વંદે માતરમને યાદ કરવાનો આ આપણો સૌભાગ્ય છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠના આ ઐતિહાસિક પ્રસંગના આપણે સાક્ષી છીએ તે ગર્વની વાત છે."
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "જ્યારે વંદે માતરમને 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશને ઈમરજન્સીની બેડીઓથી જકડી દેવામાં આવ્યો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવવામાં આવ્યું હતું. જ્યારે વંદે માતરમને 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશભક્તિ માટે જીવતા-મરતા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.ત્યારે એક અંધકારમય યુગનો પર્દાફાશ થયો."
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "વંદે માતરમના 150 વર્ષના આ ઐતિહાસિક પ્રસંગના આપણે સાક્ષી છીએ તે ગર્વની વાત છે. એક એવો સમયગાળો જે આપણી સમક્ષ ઇતિહાસની અસંખ્ય ઘટનાઓ લાવે છે. આ ચર્ચા માત્ર ગૃહની પ્રતિબદ્ધતાને જ ઉજાગર કરશે નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે શિક્ષણના સ્ત્રોત તરીકે પણ કામ કરી શકે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "દેશ આત્મનિર્ભર બને. આપણે 2047માં વિકસિત ભારત બનાવીને રહીશું. આ સંકલ્પને દોહરાવા માટે વંદે માતરમ ખૂબ મોટો અવસર છે. વંદે માતરમની આ યાત્રાની શરૂઆત બંકિમચંદ્ર ચેટરજીએ 1875 માં કરી હતી. ગીત એવા સમયે લખાયું હતું જ્યારે 1857ના સ્વતંત્રતા યુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્ય વ્યથિત હતું. ભારત પર અત્યાચાર થઈ રહ્યો હતો. તે સમયે તેમનું રાષ્ટ્રીય ગીત - 'ગૉડ સેવ ધ ક્વિન' - તેને ઘરે-ઘરે પહોંચાડવાનું કાવતરું ચાલી રહ્યું હતું.















