Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત
કચ્છમાં પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું હતું. કંડલા પોર્ટ પર ગેરકાયદે ખડકાયેલા દબાણો તોડી પાડવાની વહેલી સવારથી જ કામગીરી હાથ ધરાઈ હતી. કંડલા અને મીઠા પોર્ટ આસપાસ 100 એકર જેટલી જમીનમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 20 જેસીબી, 20 હીટાચી, 40 લોડર, 40 ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જે 100 એકર જગ્યા પર દબાણો થયા છે તે જમીનની કિંમત 250 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. દબાણો હટાવવાની કામગીરી દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રશાસનના 40 અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વહેલી સવારે કંડલાના મીઠા પોર્ટ ઉપર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીઠા પોર્ટ દબાણ દૂર કરવા માટે દિન દયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારી, કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીઠા પોર્ટ વિસ્તારનું દબાણ દૂર કરવા પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ દ્ધારા હાથ ધરવામાં આવ્યું છે. મીઠા પોર્ટ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી. આ વિસ્તાર આશરે 100 એકર જમીનમાં વિસ્તારેલો છે જેની કિંમત આશરે 250 કરોડ રૂપિયા છે. આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્ફર, 100 ટેક્ટર અને વીડિયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.




















