શોધખોળ કરો

IndiGo Crisis: ઈન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ યથાવત, દિલ્લી સહિતના એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા

ઈન્ડિગો સંકટ આજે સાતમા દિવસે પણ યથાવત રહ્યું છે. સાતમા દિવસે પણ દિલ્લી, જયપુર, બેંગાલુરૂ સહિતના એરપોર્ટ પર સેંકડો યાત્રીઓ અટવાઈ ગયા છે. ઈન્ડિગોની ફ્લાઈટો કેન્સલ થતા અને નિર્ધારીત સમયથી મોડી પડતા ઈન્ડિગો કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ પણ સાતમા દિવસે યથાવત રહ્યું છે. મુસાફરોનો આરોપ છે કે DGCAનો આદેશ છતા સમયસર સામાન પણ પરત મળતો નથી. જેના કારણે અન્ય ફ્લાઈટના બુકિંગમાં પણ વિલંબ થઈ રહ્યો છે.... આ તરફ DGCAએ ઈન્ડિગોના CEOને વધુ એક નોટિસ ફટકારી છે. જવાબ ન દેવા પર આકરી કાર્યવાહી માટે તૈયાર રહેવા પણ સૂચના અપાઈ છે. આ તરફ ઈન્ડિગો તરફથી દાવો કરાઈ રહ્યો છે કે ઈન્ડિગો બોર્ડ યાત્રીકોને પડતી મુશ્કેલી દૂર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. આ તરફ અમદાવાદમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ઈન્ડિગોની કુલ 18 ફ્લાઈટ રદ કરાઈ છે. જ્યારે 20 ફ્લાઈટે આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ઉડાન ભરી છે. જેમાં સાત ફ્લાઈટ અન્ય ઠેકાણેથી અમદાવાદ આવી પહોંચી છે... તો 14 ફ્લાઈટ અમદાવાદથી વિવિધ સ્થળે ઉડાન ભરી હતી. આ તરફ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવાર મોડીરાત સુધીમાં કુલ છ ફ્લાઈટ રદ રહી. સવારે ઈન્ડિગોની સુરત- બેંગાલુરૂ, સુરત- પૂણે અને સુરત- કોલકતા ફ્લાઈટ્સ રદ થઈ હતી. તો સાંજે સુરત-હૈદરાબાદ, સુરત- જયપુર અને સુરત- દિલ્લી ફ્લાઈટ્સ રદ થઈ હતી.  છેલ્લા છ દિવસથી અનેક ફ્લાઈટો રદ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. તો વડોદરામાં સાતમાં દિવસે પણ ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થઈ.  આજે સવારે મુંબઈ- વડોદરા- મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ થઈ.  ઈન્ડિગો તરફથી દાવો કરાયો કે ફ્લાઈટ ઓપરેશનમાં સતત સુધારો થઈ રહ્યો છે અને ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થયો છે.  રવિવારના 1500 ફ્લાઈટસનું સફળ સંચાલન કરાયું. જ્યારે સોમવાર સુધીમાં ફ્લાઈટની સંચાલન સંખ્યા 1650 કરાશે. ઈન્ડિગોએ દાવો કર્યો કે 30 ટકા ફ્લાઈટ ઓન ટાઈમ ઉડાન અને ઉતરાણ કર્યું.  તો મુસાફરોને રિફંડની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે.. 10 ડિસેમ્બર સુધીમાં તમામ સેવાઓ પૂર્વવત થઈ જવાનો પણ ઈન્ડિગો તરફથી દાવો કરાયો. 

દેશ વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget