શોધખોળ કરો

PM Kisan Yojana: આવી ગઇ તારીખ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે તમારા એકાઉન્ટમાં

PM Kisan Samman Nidhi 19th Installment:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રીલિઝ કરશે

PM Kisan Samman Nidhi 19th Installment:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રીલિઝ કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રકમ દર 4 મહિનાના સમયગાળામાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે.

E-KYC ફરજિયાત છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા માટે e-KYC હોવું ફરજિયાત છે. જો તમે હજુ સુધી e-KYC કર્યું નથી તો તમે 19મા હપ્તાથી વંચિત રહી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ, બેન્ક ખાતું હોવું ફરજિયાત છે. આ સાથે જમીનના દસ્તાવેજો અને રહેઠાણનું પ્રમાણપત્ર પણ જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી કરાવવી પણ જરૂરી છે. આમાંથી કોઈપણ દસ્તાવેજોની ગેરહાજરીમાં ખેડૂતો પીએમ કિસાન યોજનાથી વંચિત રહી શકે છે.

આ યોજનાનો લાભ ફક્ત આ ખેડૂતોને જ મળશે

આ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતો જ લઈ શકે છે જેઓ સરકારી નોકરી ધરાવતા નથી અને આવકવેરો ભરતા નથી. આ યોજના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડે છે. નિયમો અનુસાર, પરિવારનો ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે. અન્ય સભ્યોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, જે ખેડૂતોએ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓ પણ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી રહ્યા છે. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ ચકાસી શકો છો કે તમે પીએમ કિસાન યોજના માટે પાત્ર છો કે નહીં.

eKYC કરવાની આ એક સરળ રીત છે

-સૌ પ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાવ.

-હોમ પેજ પર Farmers Corner વિભાગમાં જાવ અને eKYC વિકલ્પ પસંદ કરો.

-હવે તમારે eKYC પેજ પર જવું પડશે અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.

-આધાર નંબર દાખલ કરો અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરો.

-આ પછી તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.

-નંબર દાખલ કર્યા પછી તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

-OTP દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

-સબમિટ બટન પર ક્લિક કર્યા પછી eKYC પૂર્ણ થશે.

-આ પછી તમને તમારા મોબાઇલ પર એક મેસેજ મળશે કે તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

અમારો અહીં સંપર્ક કરો

પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા માટે ખેડૂતો pmkisan-ict@gov.in ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો. તમારી દરેક સમસ્યાનું નિરાકરણ અહીં પણ થશે.

ખેડૂતો થયા માલામાલ: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી રેકોર્ડ ૧૨.૨૩ લાખ ટન મગફળી ખરીદી, ૭ દિવસમાં ચૂકવણું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget