શોધખોળ કરો

PM Kisan Scheme: મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, જાણો લાભાર્થીઓને શું થશે ફાયદો

PM Kisan News: ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી, તે મર્યાદા દૂર કરવામાં આવી છે.

PM Kisan Yojana KYC: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને નાના અને સીમાંત ખેડૂતો માટે કલ્યાણકારી પહેલ તરીકે જોવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દરેક ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાના 11 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે E-KYC ફરજિયાત છે. તેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી. આવી સ્થિતિમાં જે ખેડૂતોએ આ કામ કર્યું છે તેમને 12મો હપ્તો મળી શકે છે.

આ ખેડૂતોના પૈસા અટકી શકે છે

તે જ સમયે, જે ખેડૂતોએ છેલ્લી તારીખ સુધીમાં ઇ-કેવાયસી કરાવ્યું નથી તેઓને 12મા હપ્તાનો પૈસો મળી શકે તેમ નથી. તેથી, હપ્તાનો લાભ લેવા માટે KYC કરાવવું ફરજિયાત છે.

શું આપી મોટી રાહત

PM કિસાન પોર્ટલ અનુસાર, OTP આધારિત e-KYC હવે ઉપલબ્ધ છે. પોર્ટલ પર લખેલું છે કે ખેડૂતો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ઓટીપી આધારિત ઇ-કેવાયસી ઉપલબ્ધ છે. જ્યાં અગાઉ ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી, તે મર્યાદા દૂર કરવામાં આવી છે.

વેબસાઇટ અનુસાર, જે ખેડૂતો નોંધાયેલા છે, તેમણે ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે અને બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કરાવવા માટે નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.

12મો હપ્તો ક્યારે આવશે?

અત્યાર સુધીમાં, યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓને 11 હપ્તા મળ્યા છે, અને હવે દરેક 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12મા હપ્તાના પૈસા સપ્ટેમ્બર મહિનામાં કોઈપણ દિવસે આવી શકે છે.

ખેડૂતો બે રીતે કરી શકે છે ઈ-કેવાયસી

ખેડૂતો બે રીતે પીએમ કિસાન માટે ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. ઇ-કેવાયસી પ્રક્રિયા ઘરે બેઠા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે.

નોંધનીય છે કે જો ખેડૂત પોતે OTP દ્વારા e-KYC કરે છે, તો તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં, જ્યારે તમે કોમન સર્વિસ સેન્ટર પર જઈને e-KYC કરાવો છો, તો ખર્ચ કરવો પડશે.  

કોમન સર્વિસ સેન્ટર ખાતે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતની બાયોમેટ્રિક રીતે E-KYC કરવામાં આવશે. મતલબ કે આ પ્રક્રિયા ખેડૂતના ફિંગરપ્રિન્ટથી પૂર્ણ થાય છે. આ સાથે કોમન સર્વિસ સેન્ટરમાં લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની પણ જરૂર પડશે.

કોમન સર્વિસ સેન્ટર પર ઇ-કેવાયસી માટે 17 રૂપિયા (PM કિસાન ઇ-કેવાયસી ફી) લેવામાં આવે છે. આ ઉપરાંત, CSC ઓપરેટરો 10 થી 20 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ પણ વસૂલે છે. આ રીતે, તમારે CSC તરફથી eKYC માટે 37 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે.

પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC  યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.  

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget