PM મોદીએ 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની ભેટ આપી, દેશભરના ખેડૂતોને મળશે આ મોટો ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં આયોજિત કિસાન સન્માન સંમેલનમાં દેશની 3.3 લાખ છૂટક ખાતરની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (PMKSK)માં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: દેશના ખેડૂતોને મોટી ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (Pradan Mantri Kisan Samruddhi Kendra) શરૂ કર્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે કિસાન સમૃદ્ધિ કેન્દ્ર માત્ર ખેડૂત માટે ખાતરની ખરીદી અને વેચાણનું કેન્દ્ર નથી, તે એક એવું કેન્દ્ર છે જે સમગ્ર ખેડૂતને જોડે છે, તેને દરેક જરૂરિયાતમાં મદદ કરે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આ એવા કેન્દ્રો હશે જ્યાં માત્ર ખાતર જ નહીં, પરંતુ બિયારણ, સાધનો, માટી પરીક્ષણ, ખેડૂતને જે પણ માહિતીની જરૂર હોય તે આ કેન્દ્રો પર એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે.'
3.3 લાખ છૂટક ખાતરની દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરવાની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં આયોજિત કિસાન સન્માન સંમેલનમાં દેશની 3.3 લાખ છૂટક ખાતરની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (PMKSK)માં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી. આ દુકાનોને તબક્કાવાર PMKSKમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ કેન્દ્રો પર એક જ છત નીચે બિયારણ, ખાતર અને માટીના પરીક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત આ કેન્દ્રો પર ખેડૂતોને ખેતીને લગતી બાબતો વિશે જાગૃત કરવામાં આવશે. તેમને ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ વિશે જણાવવામાં આવશે. સરકારની યોજના છે કે જિલ્લા સ્તરે ઓછામાં ઓછી એક છૂટક દુકાનને મોડેલ શોપ તરીકે વિકસાવવામાં આવશે. આ હેઠળ, લગભગ 3,30,499 છૂટક ખાતરની દુકાનોને PMKSK માં રૂપાંતરિત કરવામાં આવશે.
Delhi | Prime Minister Narendra Modi launches PM Bhartiya Jan Urvarak Pariyojana-One Nation One Fertilizer pic.twitter.com/Jr4uR6vksB
— ANI (@ANI) October 17, 2022
PM કિસાનનો 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો
પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશભરના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધીનો 12મો હપ્તો રીલિઝ કરી દીઝો છે. 2000 રૂપિયાનો હપ્તો બહાર પાડવામાં આવશે. કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે ખેડૂતોનું કેવાયસી પૂર્ણ છે. તે ખેડૂતોને હપ્તાનો લાભ મળશે. જે ખેડૂતો અયોગ્ય જણાશે તેમને હપ્તો મોકલવામાં આવશે નહીં.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને દર 4 મહિનામાં એકવાર 2,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. અગાઉ, સરકારે 11 હપ્તા બહાર પાડ્યા છે. આ વખતે પીએમ કિસાનની રકમ લગભગ 10 કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે.