PM મોદીએ ICRISAT ફાર્મમાં ચણાના છોડ પરથી ચણા તોડીને ખાધા, જુઓ વીડિયો
મોદીએ કાર્યક્રમમાં કહ્યું, "ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે.
PM Modi News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના પ્રવાસે છે. હૈદરાબાદ પહોંચ્યા પછી પીએમ મોદીએ ટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે ICRISAT ફાર્મમાં લટાર મારી હતી. જેમાં ચણાના છોડ પરથી ચણા તોડીને ખાધા હતા. એક ખેડૂતની જેમ તેમણે ખેતરમાં લટાર મારીને ચણા ખાધા હતા. આ વીડિયોને ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
#WATCH | Prime Minister Narendra Modi stops by to have ‘Chana’ at the ICRISAT farm in Hyderabad pic.twitter.com/zQ3ABsHzrr
— ANI (@ANI) February 5, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટોપિક્સ (ICRISAT) ના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું, ભારતના નાના ખેડૂતોને જલવાયુ પરિવર્તનથી સૌથી વધારે ખતરો છે. આપણું ધ્યાન તેના પર નથી. તેમણે અહીં કહ્યું, ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે, તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, આગામી 25 વર્ષ ICRISAT માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
ભારતનું લક્ષ્ય 2070 સુધીમાં નેટ ઝીરો
મોદીએ કાર્યક્રમમાં કહ્યું, "ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. 'પર્યાવરણ માટે જીવનશૈલી'ની જરૂરિયાત' પણ પ્રકાશિત કરવામાં આવી છે.
PM એ કાર્યક્રમમાં ICRISATની પ્રશંસા કરી
પીએમએ ICRISATના સંશોધકોને કહ્યું કે આ સંસ્થાનો પાંચ દાયકાનો અનુભવ છે. આ પાંચ દાયકાઓમાં તમે ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિ ક્ષેત્રને મદદ કરી છે. તમારા સંશોધન, તમારી ટેકનોલોજીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી છે.
બજેટમાં પણ પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ એગ્રીકલ્ચર પર ભાર
મોદીએ વધુમાં કહ્યું કે ભારતમાં 15 કૃષિ-ક્લાઈમેટિક ઝોન છે. આપણા દેશમાં વસંત, ઉનાળો, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ 6 ઋતુઓ પણ છે. ખેતીને લગતો આપણી પાસે ખૂબ જ વૈવિધ્યસભર અને પ્રાચીન અનુભવ છે. આજે અમે સમગ્ર ભારતમાં લગભગ 170 જિલ્લાઓમાં દુષ્કાળ પ્રૂફ સોલ્યુશન્સ પ્રદાન કરી રહ્યા છીએ. અમારું ધ્યાન દેશના 80 ટકાથી વધુ નાના ખેડૂતો પર છે, જેમને અમારી સૌથી વધુ જરૂર છે. આ બજેટમાં પણ પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ એગ્રીકલ્ચર પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. બદલાતા ભારતનું એક મહત્વનું પાસું છે ડિજિટલ એગ્રીકલ્ચર. આ આપણું ભવિષ્ય છે અને આમાં ભારતના પ્રતિભાશાળી યુવાનો મહાન કામ કરી શકે છે. ડિજિટલ ટેક્નોલોજી વડે આપણે ખેડૂતને કેવી રીતે સશક્ત બનાવી શકીએ તે માટે ભારતમાં સતત પ્રયાસો વધી રહ્યા છે.