શોધખોળ કરો

Stray Animals: હવે ખેડુતોને રખડતા ઢોરના ત્રાસમાંથી મળશે મુક્તિ, સરકારે લીધો મહત્વનો નિર્ણય

સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે માત્ર ગ્રામ પંચાયતોમાં પશુ આશ્રયસ્થાનો અને ગાય આશ્રયસ્થાનો સ્થાપવાની જાહેરાત કરી છે.

Animal Shelter: આજે લગભગ તમામ રાજ્યોમાં રખડતા ઢોરની સંખ્યા વધી રહી છે. જ્યારે આ પાળતુ જાનવર દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે તેઓને શેરીઓમાં રખડતા મુકી દેવામાં આવે છે. બાદમાં તેઓ રસ્તાઓને જ પોતાનું આશ્રય સ્થાન બનાવી લે છે. આજકાલ આ રખડતા પશુઓ માર્ગો પર વધતા અકસ્માતોનું એક કારણ બની રહ્યા છે. આ પશુઓ ખેતરોમાં ઘુસીને પાકને પણ ભારે રંજાડ કરે છે. જેના કારણે ખેડૂતો માટે મોટી સમસ્યા ઉભી થાય છે. યુપી, બિહાર અને રાજસ્થાનમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ ત્રણેય રાજ્ય સરકારો પોતપોતાના સ્તરે કામ કરી રહી છે.

જોકે આ મામલે આખરે રાજસ્થાન સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે માત્ર ગ્રામ પંચાયતોમાં પશુ આશ્રયસ્થાનો અને ગાય આશ્રયસ્થાનો સ્થાપવાની જાહેરાત કરી છે. આ કામ મુખ્યમંત્રી સહભાગીતા યોજના હેઠળ કરવામાં આવશે. 

ગૌશાળા/પશુ આશ્રયસ્થાન કેવી રીતે બાંધવામાં આવશે?

રાજસ્થાન સરકારે મુખ્યમંત્રી જનભાગીદારી યોજનાને મંજૂરી આપી છે. તેના પ્રથમ તબક્કામાં, 1,500 ગ્રામ પંચાયતોમાં ગાય આશ્રયસ્થાનો અને પશુ આશ્રયસ્થાનો બનાવવામાં આવશે, જેના માટે 1,377 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ જે તે ગ્રામ પંચાયતોમાં પ્રાધાન્યતાના આધારે પશુ આશ્રયસ્થાનો બનાવવામાં આવશે, જ્યાં તેને ચલાવવા માટે સક્ષમ વહીવટી એજન્સી (ગ્રામ પંચાયત, સ્વૈચ્છિક સંસ્થા) હાજર રહેશે. અહીં ગૌશાળા બનાવવા માટે એક કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. 

આ યોજના મુજબ, 90% રકમ રાજ્ય સરકાર અને 10% વહીવટી એજન્સી દ્વારા ઉઠાવવામાં આવશે. હાલ આ યોજના હેઠળ વર્ષ 2022-23માં રૂ. 183.60 કરોડના ખર્ચે 200 ગૌશાળાઓ અને વર્ષ 2023-24માં રૂ. 1,193.40 કરોડના ખર્ચે 1,300 ગ્રામ પંચાયતોમાં નિર્માણ થવાની છે.

ખેડૂતોને રખડતા પશુઓથી છુટકારો મળશે

રખડતા પશુઓની વધતી વસ્તીનો સૌથી મોટી કિંમત ખેડૂતોને ચુકવવી પડે છે. આ પ્રાણીઓ ખેતરોમાં જઈને પાકનો મોટા પાયે નાશ છે. પાક ઉત્પાદન લેવામાં આવે તે પહેલા જ પશુઓ ખેતરો સાફ કરી નાખે છે. આ રીતે આખી સિઝનમાં મહેનત કરતા ખેડૂતો નિરાશ થયા છે.

ઘણી વખત ખેડૂતો માટે આ નુકસાનનું વળતર સરભર કરવું પણ મુશ્કેલ બની જાય છે, જેના કારણે આર્થિક સંકટ ઉભું થાય છે. પરંતુ હવે રાજસ્થાનના ખેડૂતોની આ સમસ્યા દૂર થશે સાથે જ રખડતા અને નિરાધાર પશુઓને પણ આશરો મળશે.

પશુપાલકોને ગ્રાન્ટ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2022-23માં જ રાજસ્થાન સરકારે તેના બજેટમાં ગ્રામ પંચાયતોમાં ગાય આશ્રય અને પશુ આશ્રયસ્થાનો બનાવવા અને ચલાવવાની જાહેરાત કરી હતી.

આ દિશામાં કામ કરીને રાજસ્થાનમાં ગૌશાળાઓને 9 મહિના માટે અનુદાન આપવામાં આવી રહ્યું છે. આ સાથે પશુપાલકોને દૂધ પર 5 રૂપિયા પ્રતિ લિટરના દરે સબસિડી આપવાની પણ જોગવાઈ છે.

Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget