Agri Innovation : ધરતી છોડો હવે અવકાશમાં પણ ઉગશે ટામેટા
આ સંશોધનનો હેતુ એ જાણવાનો છે કે, શું આ પાકો અવકાશના વાતાવરણમાં પણ ઉગાડી શકાય ખરા? જો હા તો અવકાશમાં ઉગાડવામાં આવતા ટામેટાં કેટલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હશે અને તેની આરોગ્ય પર શું અસર થશે.
Space Research on Tomato Farming: ખેતીમાં રોજે રોજ નવા સંશોધનો થતા રહે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા ખેડૂતોનું કામ સરળ બની રહ્યું છે. આ કૃષિ સંશોધન પ્રયોગશાળાથી જમીન સુધી મર્યાદિત હતું પરંતુ હવે અવકાશમાં પણ કૃષિ પર મોટા સંશોધનો થવા જઈ રહ્યા છે. અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકો હવે અવકાશમાં ટામેટાની ખેતી પર સંશોધન કરી રહ્યા છે. આ માટે પૃથ્વી પરથી ટામેટાના કેટલાક છોડ અને બીજ પણ સ્પેસશીપમાં મોકલવામાં આવ્યા છે.
આ સંશોધનનો હેતુ એ જાણવાનો છે કે, શું આ પાકો અવકાશના વાતાવરણમાં પણ ઉગાડી શકાય ખરા? જો હા તો અવકાશમાં ઉગાડવામાં આવતા ટામેટાં કેટલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હશે અને તેની આરોગ્ય પર શું અસર થશે. આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે અવકાશમાં ટામેટાની ખેતી પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.
નાસાએ અવકાશયાન મોકલ્યું
ટ્વિટરના માલિક ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે આ સંશોધન હાથ ધર્યું છે. આ માટે નાસાના કેનેડી રિસર્ચ સેન્ટરે 23 નવેમ્બરે ફાલ્કન-9 નામનું સ્પેસ શિપ અવકાશ તરફ મોકલ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્પેસ શિપ હવે ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચી ગયું છે. ફાલ્કન-9 નામના આ સ્પેસ શિપમાં 3,500 કિલો કાર્ગો પણ સામેલ છે, જેમાં ટામેટાના બીજ પણ મોકલવામાં આવ્યા છે.
વેજ-05 મિશન પર સ્પેસ સાયન્ટિસ્ટ કરશે સંશોધન
ફાલ્કન-9 સ્પેસ શિપમાં મોકલવામાં આવેલા ટામેટાના બીજમાંથી ISSમાં હાજર અવકાશ વૈજ્ઞાનિકો વામન છોડ ઉગાડશે અને ટામેટાં ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરશે. આ ધ્યેય હાંસલ કરવા માટે ISS ના સ્પેસ સાયન્ટિસ્ટે 'Veg-05'નામનું મિશન શરૂ કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પણ છે.
અવકાશયાત્રીઓ માટે મદદરૂપ
સ્પેસ એક્સ અને નાસાનું આ સંયુક્ત મિશન અવકાશમાં રહેવું અનેક ગણું સરળ બનાવશે. જો આ મિશન સફળ થશે તો પૃથ્વી પરથી મોકલવામાં આવતા ખોરાક પર અવકાશયાત્રીઓની નિર્ભરતા ઓછી થશે અને તેઓ અવકાશના ગુરુત્વાકર્ષણમાં શાકભાજી ઉગાડીને ખોરાકનો પુરવઠો સુનિશ્ચિત કરી શકશે. આ મિશનને ભવિષ્યમાં પણ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જો કે અવકાશમાં શાકભાજી ઉગાડવાનું કે કૃષિ સંબંધિત સંશોધનનું આ પહેલું મિશન નથી. આ પહેલા પણ ચીનના અવકાશયાત્રીઓ અવકાશમાં ચોખા અને કોબીજ અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવા લીલા શાકભાજી ઉગાડવામાં સફળ થયા છે.