Kisan Diwas : દેશી ગાય ખરીદનારને રૂ. 25,000 ને સાઈલેજ યૂનિટ માટે 50 લાખની સહાય આપશે સરકાર
આ કામને વધુ સરળ બનાવવા માટે કુદરતી ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયની ખરીદી પર 25,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.
Dairy Farming: જળવાયુ પરિવર્તનના કારણે કૃષિ ક્ષેત્રે ઘણું નુકસાન જોવા મળ્યું છે. ઘણી જગ્યાએ ખેતીનો ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે ખેડૂતોને યોગ્ય આવક પણ મળી શકતી નથી. આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે હવે ખેડૂતોને કુદરતી ખેતી એટલે કે ઓર્ગેનિક એગ્રિકલ્ચરમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ખેડૂત દિવસના અવસર પર હરિયાણાના કૃષિ પ્રધાન જેપી દલાલે કહ્યું હતું ક, વધુ નહીં તો ઓછામાં ઓછી પણ પોતાની આજીવિકા માટે ખેડૂતોએ કુદરતી ખેતી, સજીવ ખેતી અપનાવવી જોઈએ.
આ કામને વધુ સરળ બનાવવા માટે કુદરતી ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયની ખરીદી પર 25,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિભાગ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત કરવા ટેકનિકલ જ્ઞાન અને તાલીમ સત્રોનું પણ આયોજન કરે છે. સાથે જ સરકાર તેમને આર્થિક મદદ પણ કરશે.
પશુપાલન વધારવા માટેની ટોચની યોજનાઓ
ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી, હિસારમાં ખેડૂત દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા હરિયાણાના કૃષિ પ્રધાન જે.પી. દલાલે કહ્યું કે 10,000 ખેડૂતોને માછલીની ખેતીના વ્યવસાયથી સારી આવક થવાની સંભાવના છે. કેટલાક સમયથી લીલા ઘાસચારાની અછત છે, જેના માટે સાયલેજનો વ્યવસાય કરવા માટે 50 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાયની પણ જોગવાઈ છે.
31 ડિસેમ્બર સુધીમાં પાક વીમો કરાવી લો
હરિયાણામાં રવિ પાકનો વીમો મેળવવા માટે 31 ડિસેમ્બરની અંતિમ તારીખ રાખવામાં આવી છે. આ પહેલા ખેડૂતો તેમના પાકની નોંધણી કરાવીને ખાતરી આપી શકે છે. ખેડૂત દિવસના અવસર પર કૃષિ પ્રધાન દલાલે કહ્યું હતું કે, હરિયાણા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને પાક વીમાનું પ્રીમિયમ ચૂકવ્યા બાદ 500 કરોડ રૂપિયાના ક્લેમ આપવામાં આવ્યા છે.
અહીં ખેડૂતો મોટાભાગે તેમના પાકને લઘુત્તમ ટેકાના ભાવે જ વેચતા હોય છે. કૃષિ વિભાગ પણ ખેડૂતોના વિકાસ અને કૃષિના વિસ્તરણ માટે સતત સંવેદનશીલતાથી કામ કરી રહ્યું છે.
ખેતી માટે સબસિડી અને સન્માન
હરિયાણામાં પરંપરાગત પાકની ખેતી કરવામાં આવે છે. તેની સાથો સાથ બાગાયત તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે, જો કે રાજ્યમાં નાના-સીમાંત ખેડૂતોની પણ મોટી વસ્તી છે. જેઓ નવી કૃષિ તકનીકોનો લાભ લેવામાં અસમર્થ છે.
આ સ્થિતિમાં ખેડૂતોને સંગઠિત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના પર કામ કરી રહી છે. FPOને 90% સબસિડી આપવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલીના સમયે આર્થિક મદદ મળે છે.
Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.