શોધખોળ કરો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ રકમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીબીટી મારફતે ટ્રાન્સફર કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ રકમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરી છે. જોકે, ઘણા ખેડૂતો એવા છે જેમના ખાતામાં 2000 રૂપિયાની રકમ હજુ સુધી મળી નથી. ચાલો જાણીએ કે સન્માન નિધિની રકમ ખાતામાં ન પહોંચવા પાછળના કારણો શું હોઈ શકે છે.
2/6

ખેડૂતોને સતત ઇ-કેવાયસી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું હતું. જો આ પછી પણ તમે e-KYC નહીં કરાવ્યું હોય તો તમારું નામ લાભાર્થી યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. જો જમીનના રેકોર્ડની ચકાસણી દરમિયાન જમીનના રેકોર્ડ ખોટા હોવાનું જાણવા મળે તો તમને વંચિત રાખવામાં આવી શકે છે. અરજી કરતી વખતે આધાર નંબર અથવા બેન્ક ખાતા નંબર ખોટો ભરેલો હોય તો પણ ખાતામાં 2000 રૂપિયા જમા થશે નહીં.
3/6

પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો. હવે હોમ પેજની જમણી બાજુએ 'Farmers Corner' વિભાગ પર ક્લિક કરો. ફાર્મર્સ કોર્નર વિભાગમાં 'Beneficiary Status' વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારા રાજ્ય, જિલ્લો અને ગામ સહિત અન્ય માહિતી દાખલ કરો.
4/6

વિગતો ભર્યા પછી 'Get Report' પર ક્લિક કરો. હવે તમારી સામે એક યાદી દેખાશે જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો. જો નામ ન હોય તો તમે 'Farmers Corner' વિભાગમાં જઈ શકો છો અને અન્ય વિગતો દાખલ કરી શકો છો.જો બધું બરાબર થયા પછી પણ 19મો હપ્તો તમારા ખાતામાં ન આવ્યો હોય તો કૃષિ મંત્રાલયનો સંપર્ક કરો.
5/6

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 14મા હપ્તા માટે ખેડૂતો સત્તાવાર ઇમેઇલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. ખેડૂતોની બધી સમસ્યાઓ અહીં ઉકેલી શકાય છે.
6/6

પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ દર 4 મહિનાના સમયગાળામા 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.
Published at : 03 Mar 2025 12:17 PM (IST)
આગળ જુઓ
Advertisement